અમદાવાદ: શહેરમાં ફરીવાર ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં જુવાનજોઘ યુવાનનું મોત નીપજ્યું છે. શહેરનાં ઠક્કરનગર બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. ગુરૂવારે મોડી રાતે અજાણ્યા વાહનની અડફેટે 28 વર્ષનાં દિપુ કઠેરિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યુ છે. અચાનક થયેલા અકસ્માતને કારણે પરિવારમાં માતમ છવાયો છે. આ અંગે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આપને જણાવીએ કે, અમરેલીનાં બાઢડા અને જાબાળ વચ્ચે બાઈક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાાયો છે. અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માતની જાણ થતા ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ ટીમ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી. ડેડ બોડીને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે પી.એમ માટે ખસેડવામાં આવી છે. બાઈક સવાર સાવરકુંડલાથી આંબરડી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. મૃતકનું રમેશ દાનાભાઈ બગડા છે અને તેમની ઉંમર 48 વર્ષની છે.