અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ દરમિયાન અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર અકસ્માત સર્જાયો છે (Accident in Ahmedabad amid dense fog). ઝીરો વિઝિબિલિટીને કારણે અકસ્માતનું અનુમાન છે. ડમ્પિંગ સાઈટ પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં વાહનચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. નોંધનીય છે કે, ગાઢ ધુમ્મસમાં વાહનચાલકોને સાવધાનીપૂર્વક ડ્રાઈવ કરવા અપીલ છે.
રાજ્યના ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ છે. હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું છે. આવામાં વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરાઇ છે. એક્સપ્રેસ હાઈવે પર વાહન સાવધાનીપૂર્વક ચલાવવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે તથા નેશનલ હાઈવે નંબર 48 પર પણ ગાઢ ધુમ્મસ છવાયું છે.