Home » photogallery » ahmedabad » Electric Tractor: અમદાવાદના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર, જોઈને રહી જશો દંગ

Electric Tractor: અમદાવાદના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર, જોઈને રહી જશો દંગ

Electric Tractor made by student: અમદાવાદના MBAના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર. ભંગાર બની ગયેલા ડીઝલ ટ્રેકટરમાંથી બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર. આ ટેક્ટરની કેટલી છે ક્ષમતા, કેટલો થયો ખર્ચ?

विज्ञापन

  • 15

    Electric Tractor: અમદાવાદના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર, જોઈને રહી જશો દંગ

    સંજય ટાંક, અમદાવાદ: જે લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા ખેડૂતો માટે તેમજ જે લોકો ખેતીના સાધનોની લે-વેચ કરે છે, તેવા લોકો માટે આ સમાચાર અગત્યના છે. કારણ એ છે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના MBAના વિધાર્થીએ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતું ટ્રેકટર તૈયાર કર્યું છે (Electric Tractor made by student) અને તે પણ ભંગાર બની ગયેલા ડીઝલ ટ્રેકટરમાંથી. જેને જોઈને કદાચ તમે પણ દંગ રહી જશો. આ ટ્રેક્ટર અઢીથી ત્રણ કલાકમાં ચાર્જ થઈ જાય છે અને સાત કલાક તેને કામમાં લઈ શકાય છે.

    MORE
    GALLERIES

  • 25

    Electric Tractor: અમદાવાદના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર, જોઈને રહી જશો દંગ

    ખેડબ્રહ્મામાં રહેતા અને અમદાવાદમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં MBA કરી રહેલા વૃતિક પંચાલએ એક ભંગાર ટ્રેક્ટરને નવું નકોર બનાવી દીધું છે. દેખાવમાં તો જે રોજબરોજ ખેતીના કામ માટે વપરાતા ટ્રેકટર જેવું જ છે, પણ તેની ખાસિયત જુદી છે. આ ટ્રેક્ટર ઇલેક્ટ્રિક બેટરીથી ચાલે છે. પાંચ વર્ષથી ભંગાર થઈ ગયેલા ડીઝલથી ચાલતા ટ્રેકટરને EV ટ્રેકટર કન્વર્ટ કરવામાં વૃતિકને સફળતા મળી છે. 

    MORE
    GALLERIES

  • 35

    Electric Tractor: અમદાવાદના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર, જોઈને રહી જશો દંગ

    તેણે જણાવ્યું કે, અમે ઈલેક્ટ્રીક વ્હીકલમાં કન્વર્ટ કર્યું છે. જે અઢીથી ત્રણ કલાક ચાર્જ કરવામાં સાત કલાક કામ માટે ચાલે છે. ડિઝલ ટ્રેક્ટર હતું ત્યારે 22 એચપી પાવર હતો. ઈવીમાં કન્વર્ટ કર્યું ત્યારે 24 એચપી પાવર થઈ ગયો. ડીઝલ ટ્રેક્ટરે દોઢ ટન સુધી વજન ખેંચી શકે, જ્યારે અમારુ આ ઈવી ટ્રેક્ટર અઢીથી ત્રણ ટન સુધી વજન ખેંચી શકે છે.

    MORE
    GALLERIES

  • 45

    Electric Tractor: અમદાવાદના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર, જોઈને રહી જશો દંગ

    તેણે કહ્યું કે, એમબીએ આઈવીમાં અમારે રિસર્ચ વર્ક કરવાનું આવે છે. જેથી માર્કેટમાં રિસર્ચ કર્યું તો ઈલેક્ટ્રીક બાઈક, ઈલેક્ટ્રીક કાર અને ઈલેક્ટ્રીક રીક્ષા માર્કેટમાં આવી ગઈ છે. એટલે અમે વિચાર્યુ કે, ખેડૂતો માટે ઈલેક્ટ્રીક વ્હીકલ ખેતી માટે હોવું જોઈએ. પરંતુ હવે એગ્રીકલ્ચર ઈક્વીપમેન્ટમાં કોઈ એટલું બધું ફોકસ કરતું નથી. એટલે અમે એ વાત પર ફોકસ રાખ્યું કે કોઈપણ ફાર્મર્સ પાસે જૂનું ટ્રેક્ટર હશે તો તેને ઈવીમાં કન્વર્ટ કરી આપીશું.

    MORE
    GALLERIES

  • 55

    Electric Tractor: અમદાવાદના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર, જોઈને રહી જશો દંગ

    માર્કેટમાં નવું ડીઝલ ટ્રેક્ટર ચારથી સાડા ચાર લાખથી શરુ થાય છે. પછી તે એચપી પર ડીપેન્ડ હોય છે. અમે આ ફુલ મેટલ બોડી સાથે કન્વર્ટ કર્યું તો અમને આ અઢી લાખમાં પડ્યું છે. પરંતુ ફુલ મેટલ બોડી નહીં હોય તો દોઢ લાખથી નીચે કોસ્ટ લાવવાનો પ્રયાસ રહેશે. ડિઝલ ટ્રેક્ટરમાં ચારસોથી પાંચસો રુપિયાનું ડીઝલ વપરાય જાય છે. પરંતુ ઈલેક્ટ્રીક બેટરીથી ચાલતા ટ્રેક્ટરમાં સાત કલાક ચાર્જમાં માત્ર 100થી 150 રુપિયાનો ખર્ચ થાય છે. તેણે જણાવ્યું કે, મારા ઉપરાંત ત્રણ ટીમ મેમ્બર છે. અરુણભાઈ પંચાલ, લાલજીભાઈ પંચાલ અને ટેક્નીકલ તથા બેટરી માટે કાર્તિકભાઈ છે.

    MORE
    GALLERIES