Home » photogallery » ahmedabad » Ahmedabad: બેંગ્લોરની આ યુવતીએ બનાવેલી 3D આર્ટ પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાઈ; આ છે પેઈન્ટિંગની ખાસિયત

Ahmedabad: બેંગ્લોરની આ યુવતીએ બનાવેલી 3D આર્ટ પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાઈ; આ છે પેઈન્ટિંગની ખાસિયત

અમદાવાદની ગુફા (Amdavad ni Gufa) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. બેંગ્લોરના રહેવાસી સોનાલી રાવને બનાવેલી 3D પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકવામાં આવી.

विज्ञापन

  • 15

    Ahmedabad: બેંગ્લોરની આ યુવતીએ બનાવેલી 3D આર્ટ પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાઈ; આ છે પેઈન્ટિંગની ખાસિયત

    Parth patel, Ahmedabda: અમદાવાદની ગુફા (Amdavad ni Gufa) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જેમાં કલાકારોને તેમના આર્ટ વર્ક (Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપવામાં છે. તે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની એક છે. પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે.

    MORE
    GALLERIES

  • 25

    Ahmedabad: બેંગ્લોરની આ યુવતીએ બનાવેલી 3D આર્ટ પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાઈ; આ છે પેઈન્ટિંગની ખાસિયત

    અમદાવાદની ગુફા ખાતે દર મંગળવારે એક એક્ઝિબિશનનું (Exhibition) આયોજન કરવામાં આવે છે. જેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. આ સપ્તાહમાં સોનાલી રાવ નામની યુવતીના પેઇન્ટિંગને (Painting) રજૂ કરવામાં આવ્યા છે. સોનાલી રાવ એ એમ. બી. એ. નો અભ્યાસ (Study) કરેલ છે.

    MORE
    GALLERIES

  • 35

    Ahmedabad: બેંગ્લોરની આ યુવતીએ બનાવેલી 3D આર્ટ પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાઈ; આ છે પેઈન્ટિંગની ખાસિયત

    બેંગ્લોરના રહેવાસી સોનાલી રાવને નાની ઉંમરથી જ પેઈન્ટિંગનો ઘણો શોખ (Hobby) હોવાથી અભ્યાસ સાથે સાથે પેઈન્ટિંગ શીખતા હતા. પેઈન્ટિંગ બનાવવાનો હેતુ દુનિયાના રંગોની સુંદરતાથી પોતાના મનના આત્મસંતોષ માટે અલગ અલગ ચિત્રો દ્વારા વર્ણન કરવામાં આવ્યા છે.સોનાલી રાવના પેઈન્ટિંગની વાત કરીએ તો તેમાં મહિલાઓની (Women) જુદી જુદી અભિવ્યક્તિઓ, મોડલ (Models) મહિલાઓ અને તેની સુંદરતા (Beauty), ફેશનિસ્ટો (Fashionistas) વગેરેને રજૂ કરવામાં આવ્યા છે. આ બધા ચિત્રો મહિલાઓની અભિવ્યક્તિનો ભાગ બતાવે તે રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનમાં કુલ 60 થી પણ વધારે પેઈન્ટિંગ રાખવામાં આવ્યા છે. જેમાં 4 થી પણ વધારે 3D પેન્ટિંગ આ પ્રદર્શનમાં રાખવામાં આવેલા છે.

    MORE
    GALLERIES

  • 45

    Ahmedabad: બેંગ્લોરની આ યુવતીએ બનાવેલી 3D આર્ટ પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાઈ; આ છે પેઈન્ટિંગની ખાસિયત

    આ પેઈન્ટિંગને એપોક્સિ રેઝિન મટિરિયલમાંથી બનાવવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનમાં બ્લેક એન્ડ ગોલ્ડન 3D આર્ટ એ ખાસ પેઈન્ટિંગ બનાવવામાં આવ્યું છે. આ પેઈન્ટિંગની કિંમત 15,000 રૂપિયાથી શરૂ કરી 40,000 રૂપિયા સુધીની છે. તેઓ અત્યાર સુધીમાં નેશનલ (National) એક્ઝિબિશનમાં ભાગ લઈ ચૂક્યા છે. જેમાં બેંગલોર, અમદાવાદ, મુંબઈ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 55

    Ahmedabad: બેંગ્લોરની આ યુવતીએ બનાવેલી 3D આર્ટ પેઈન્ટિગ પ્રદર્શનમાં મુકાઈ; આ છે પેઈન્ટિંગની ખાસિયત

    સરનામું : અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સામે, CEPT કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરી (Exhibition Gallery) સોમવાર અને જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોમાં ખુલ્લી રહે છે. જેનો સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.

    MORE
    GALLERIES