અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં રંગોના પર્વ ઘૂળેટીની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. અનેરા ઉત્સાહ સાથે લોકો ડીજેના તાલે ઝૂમી રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. ધૂળેટીને પગલે લોકોમાં અનેરો ઉત્સાહ છે. કેટલીક જગ્યાએ રેઈન ડાન્સ સાથે લોકો ઝૂમી ઉઠ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના અનેક મોટો શહેરો અને નાના શહેરમાં પણ લોકો રંગનો તહેર ઉજવી રહ્યા છે અને ઝૂમી ઉઠ્યા છે.