Home » photogallery » ahmedabad » ઉનાળા પહેલા પાણીનો કકળાટઃ એક સપ્તાહથી અમદાવાદના આ વિસ્તારના 5000 ઘરમાં પાણી માટે મારે છે વલખાં

ઉનાળા પહેલા પાણીનો કકળાટઃ એક સપ્તાહથી અમદાવાદના આ વિસ્તારના 5000 ઘરમાં પાણી માટે મારે છે વલખાં

Ahmedabad News: અમદાવાદના લાંભા (lambha Area) વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી માટે લોકો તરસી રહ્યા છે. ત્યારે આજે સવારે કોર્પોરેશનમાંથી પાણીનું ટેન્કર મોકલવાતા લાંભાના લોકો ઘરના તમામ વાસણ લઈને પાણી ભરવા દોડ્યા હતા.

विज्ञापन

  • 15

    ઉનાળા પહેલા પાણીનો કકળાટઃ એક સપ્તાહથી અમદાવાદના આ વિસ્તારના 5000 ઘરમાં પાણી માટે મારે છે વલખાં

    દીપિકા ખુમાણ, અમદાવાદઃ અમદાવાદમાં (Ahedabad News) ઉનાળા પહેલા પાણી માટે બૂમરાણ (water crisis) થઈ રહી છે. પાણી માટે અમદાવાદ વલખાં મારી રહ્યું છે. એક તરફ અમદાવાદ સ્માર્ટ (Ahmedabad smart city and clean) અને ક્લીન હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યારે આ જ અમદાવાદ ના લાંભા વિસ્તાર પાણી માટે તડપી રહ્યું છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં (Lambha Area) છેલ્લા એક અઠવાડિયાથી પાણી માટે લોકો તરસી રહ્યા છે. ત્યારે આજે સવારે કોર્પોરેશનમાંથી પાણીનું ટેન્કર મોકલવાતા લાંભાના લોકો ઘરના તમામ વાસણ લઈને પાણી ભરવા દોડ્યા હતા.

    MORE
    GALLERIES

  • 25

    ઉનાળા પહેલા પાણીનો કકળાટઃ એક સપ્તાહથી અમદાવાદના આ વિસ્તારના 5000 ઘરમાં પાણી માટે મારે છે વલખાં

    સ્માર્ટ સીટી અમદાવાદના લાંભા વિસ્તારના 5 હજાર લોકોને નથી મળી રહ્યું પાણી. જેની જાણ કોર્પોરેશન આંખ આડા કાન કરતું હોવાનો આક્ષેપ સ્થાનિક કાઉન્સિલર કાળુભાઈ ભરવાડે કર્યો હતો. જેમના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશનના dymc તથા તમામ અધિકારીઓ ને જાણ કરી હતી. પરંતુ હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો.

    MORE
    GALLERIES

  • 35

    ઉનાળા પહેલા પાણીનો કકળાટઃ એક સપ્તાહથી અમદાવાદના આ વિસ્તારના 5000 ઘરમાં પાણી માટે મારે છે વલખાં

    લાંભા વોર્ડ નાહિના પાર્ક,  કેજીયન 1-2,  અલીફનગર,  ગોલ્ડન પાર્ક,  અલ હનીફીયા સોસાયટીમાં  પાણી નથી મળી રહ્યું.જેને કારણે  દર બે દિવસે ટેન્કર આવે ત્યારે પાણી ભરવા માટે લોકો ઉમટી પડે છે.

    MORE
    GALLERIES

  • 45

    ઉનાળા પહેલા પાણીનો કકળાટઃ એક સપ્તાહથી અમદાવાદના આ વિસ્તારના 5000 ઘરમાં પાણી માટે મારે છે વલખાં

    અમદાવાદમાં ઉનાળાના સમયમાં જ્યારે પાણી કાપ મૂકવામાં આવે ત્યારે અમદાવાદીઓને પરેશાની થાય એનાથી પણ ખરાબ પરિસ્થિતિ લાંભા વોર્ડ ની છે. આ અંગે મનપાના અપક્ષ કાઉન્સિલર કાળુભાઇ ભરવાડનો આક્ષેપ પણ કર્યો છે કે કોર્પોરેશનનો માત્ર પાણીનો પ્રશ્ન નહિ પરંતુ દરેક કિસ્સામાં લાંભા વોર્ડને ગણકારતું નથી.

    MORE
    GALLERIES

  • 55

    ઉનાળા પહેલા પાણીનો કકળાટઃ એક સપ્તાહથી અમદાવાદના આ વિસ્તારના 5000 ઘરમાં પાણી માટે મારે છે વલખાં

    આ વોર્ડ જાણે કે અમદાવાદમાંના હોય તેવો વ્યવહાર થાય છે. લાંભા વોર્ડમાં ગટરનો પ્રશ્ન પણ ભયંકર છે. ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે છતાં લોકો પાણી માટે બુમાબુમ કરે છે પણ મનપા પાણી આપવામાં નિષ્ફળ નીવડી છે. એવું લાગે છે કે આ વિસ્તારના લોકો સાથે મનપાનું ઓરમાયું વર્તન થાય છે.સ્ટેન્ડિંગ કમિટી અથવા વોટર સપ્લાય કમિટી ને પણ આ વિશે જાણ કરી છે છતાં કોઈ ઉકેલ નથી આવ્યો.

    MORE
    GALLERIES