Gujarat Coronaupdates : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1076 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 14815 થઈ ગઈ છે. દરમિયાન રાજ્યમાંથી છેલ્લા 24 કલાકમાં 1046 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ 138 દર્દીઓને અમદાવાદથી અને 102 દર્દીઓને સુરતથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 23 દર્દીનાં મોત થતા આંકડો 2557 પર પહોંચી ગયો છે. (ફાઇલ તસવીર)
સરકારી આંકડાઓ મુજબ અન્ય રાજ્યોની સ્થિતમાં રાજ્યમાં કુલ 66,777 કેસ નોંધાયા છે. અત્યારે આ કેસમાંથી 14,815 કેસ એક્ટિવ છે. અન્ય રાજ્યોમાં જોવા મળે છે તે મજુબ આંધ્રપ્રદેશ અને મહારષ્ટ્રની સ્થિતિ ગંભીર છે. તો એક્ટિવ કેસની દૃષ્ટીએ ગુજરાત કરતા તેલંગાણા, બિહાર, પશ્વિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક આગળ છે.