અમદાવાદઃ શહેરમાં વાહનની ડેકીમાંથી કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરતી ગેંગનો (thieves Gang) આતંક જાણે કે દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા રામોલમાં ગયેલા જવેલર્સના કર્મચારીના (Jewelers Employees) એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા 26 લાખના દાગીના અને રોકડ રકમ ભરેલો બેગની ઉઠાંતરી નો બનાવ સામે આવ્યો હતો. બાદમાં હવે સરખેજ પોલીસ સ્ટેશન (sarkhej police station) વિસ્તારમાં પણ આ પ્રકારનો વધુ એક બનાવ સામે આવ્યો છે.