અમદાવાદ: 31મી ડિસેમ્બર (31st december) એટલે કેટલાક લોકો માટે શરાબ શબાબ અને કબાબનો માહોલ. 31મીની પાર્ટીઓમાં (31st party) દારૂ પીનારો વર્ગ પણ હોય છે. આ વર્ગના લોકો જે બૂટલેગર (bootleggers) પાસેથી દારૂ લાવે છે તે બૂટલેગરો એ પણ હવે મિક્સિંગ શરૂ કરી દીધું છે. પણ પોલીસની (police) જાગૃતતા થી આવા બુટલેગરનો પર્દાફાશ થઈ ગયો છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વાડજ પોલીસે (vadaj police) બાતમી આધારે એક રેડ કરી હતી. જેમાં પોલીસને હાઇફાઈ બ્રાન્ડનો દારૂ (HiFi brand liquor bottle) સાથે જ કેટલીક પ્રવાહી દવાઓ અને ટેબ્લેટ દવાઓ પણ મળી હતી. આ દવાઓ દારૂમાં ભેળવી લોકોને મિક્સિંગ વાળો દારૂ અપાતો હતો કે કેમ તે ખરાઈ કરવા પોલીસે એફ.એસ.એલની (FSL) પણ મદદ લીધી છે. (બૂટલેગર નિલેશ રાઠોડની તસવીર)