Home » photogallery » ahmedabad » રાજ્યમાં સવારે 6.00થી12.00 સુધીમાં 198 તાલુકામાં ધમાકેદાર વરસાદ, રાજકોટના ગોંડલમાં 6.2 ઇંચ

રાજ્યમાં સવારે 6.00થી12.00 સુધીમાં 198 તાલુકામાં ધમાકેદાર વરસાદ, રાજકોટના ગોંડલમાં 6.2 ઇંચ

દેવભુમિ દ્વારકામાં 5 ઇંચ, જામનગરમાં 4.1, ઠેરઠેર ડેમ ઑવરફ્લો, તસવીરોમાં જુઓ વરસાદ અને પૂરનો ચિતાર

विज्ञापन

  • 16

    રાજ્યમાં સવારે 6.00થી12.00 સુધીમાં 198 તાલુકામાં ધમાકેદાર વરસાદ, રાજકોટના ગોંડલમાં 6.2 ઇંચ

    અમદાવાદ : રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12.00 વાગ્.ા સુધઈમાં રાજ્યમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદગ રાજકોટના ગોંડલમાં વરસ્યો છે. ગોંડલ તાલુકામાં 6 કલાકમાં ધમાકેદાર 6.2 ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે દેવભૂમિ દ્વારકામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    રાજ્યમાં સવારે 6.00થી12.00 સુધીમાં 198 તાલુકામાં ધમાકેદાર વરસાદ, રાજકોટના ગોંડલમાં 6.2 ઇંચ

    આ ઉપરાંત જામનગરના જામજોધપુરમાં 4.1 ઇંચ, કચ્છના લખપતમાં પોણા ચાર ઇંચ, સુરેન્દ્રનગરના દસાડાાં પોણા ચાર ઇંચ, ટંકારામાં, મોરબી, થાનગઢ અને સિદ્ધપુરમાં પોણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

    MORE
    GALLERIES

  • 36

    રાજ્યમાં સવારે 6.00થી12.00 સુધીમાં 198 તાલુકામાં ધમાકેદાર વરસાદ, રાજકોટના ગોંડલમાં 6.2 ઇંચ

    દરમિયાન સવારે 6.12 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં 1 ઇંચથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કુલ રાજ્યના 198 તાલુકામાં 6એએમથી લઈને 159 એમ.એમ. સુધીનો વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 46

    રાજ્યમાં સવારે 6.00થી12.00 સુધીમાં 198 તાલુકામાં ધમાકેદાર વરસાદ, રાજકોટના ગોંડલમાં 6.2 ઇંચ

    જ્યારે કચ્છના રાપરમાં 78,રાજકોટના જામકંડોરણામાં 79 એમ.એમ વરસાદ પડ્યો, સુરેન્દ્રનગરના મુળીમાં , ભુજ સહેરમાં અને માંડવીમાં 75 એમ.એમ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દ્વારકામાં 74 એમ.એમ. મોરબીના વાંકાનેરમાં 69 એમ.એમ. કલ્યાણપુરમાં 68 એમ.એમ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 15 તાલુકામાં 2-2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    રાજ્યમાં સવારે 6.00થી12.00 સુધીમાં 198 તાલુકામાં ધમાકેદાર વરસાદ, રાજકોટના ગોંડલમાં 6.2 ઇંચ

    સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે આજે સવારે મોરબીનાં ટંકારામાં માત્ર બે જ કલાકમા 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફલો થયો છે. મચ્છ-2 ડેમના 14 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 69 હજાર 552 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે ડેમમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા લાઉડ સ્પીકર પર નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે. આ સાથે ટંકારાનાં અમરાપુરનાં બે તળાવ તૂટતા ખેતરોમાં પાણી ભરાયુ છે.

    MORE
    GALLERIES

  • 66

    રાજ્યમાં સવારે 6.00થી12.00 સુધીમાં 198 તાલુકામાં ધમાકેદાર વરસાદ, રાજકોટના ગોંડલમાં 6.2 ઇંચ

    રાજકોટની આજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા 1000થી 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરવાસ અને રાજકોટમાં વરસાદને કારણે આજી નદી ગાંડીતૂર થઇ છે. આજી ડેમની જળ સપાટી વધતા પાણી નદીમાં આવ્યું છે અને નદીનાં પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા સ્થિતિ વણસી છે. જોકે, તંત્ર ગઇકાલે શનિવારથી લોકોને સ્થળાતંર કરાવી રહ્યું છે. હાલ રામનાથપરા, ભવાનીનગર વિસ્તારમાં વરસાદી પાણી આવી ગયા છે.

    MORE
    GALLERIES