Home » photogallery » ahmedabad » અમદાવાદ : યુવકની બર્થ ડે પાર્ટી બાદ 22 વ્યક્તિે Coronaનો ચેપ લાગ્યો, ફૂંક મારવાના કારણે ફેલાયો વાયરસ

અમદાવાદ : યુવકની બર્થ ડે પાર્ટી બાદ 22 વ્યક્તિે Coronaનો ચેપ લાગ્યો, ફૂંક મારવાના કારણે ફેલાયો વાયરસ

લાલબત્તી સમાન કિસ્સો : બર્થડેની પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારનારા પરિવાર સહિત 22ને કોરોના, યુવકની માતાએ કેક ન ખાતાં ચેપથી બચી ગયાં

विज्ञापन

  • 15

    અમદાવાદ : યુવકની બર્થ ડે પાર્ટી બાદ 22 વ્યક્તિે Coronaનો ચેપ લાગ્યો, ફૂંક મારવાના કારણે ફેલાયો વાયરસ

    અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસના (Ahmedabad Coronaupdates) સંક્રમણની વચ્ચે એક ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. એક યુવકના બર્થડેમાં (Birthday) પરિવાર દ્વારા મેજિક કેન્ડલ લાવવામાં આવી હતી. યુવક દ્વારા આ મેજિક કેન્ડલને ફૂંક (Magic Candel) મારવા છતાં તે ઓલવાતી નહોતી. દરમિયાન હાજર લોકોએ આ મેજિક કેન્ડલ સાથે ખૂબ ધીંગામસ્તી કરી હતી પરંતુ તેના કારણે મિત્રો અને પરિવારના 22 વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે આ બર્થ ડે પાર્ટીની કેક યુવકની માતાએ નહોતી ખાધી તો તેઓ સુરક્ષિત રીતે કોરોનાથી બચી ગયા હોવાના અહેવાલો પણ છે. જોકે, અમદાવાદનો આ કિસ્સો લાલબત્તી સમાન છે.

    MORE
    GALLERIES

  • 25

    અમદાવાદ : યુવકની બર્થ ડે પાર્ટી બાદ 22 વ્યક્તિે Coronaનો ચેપ લાગ્યો, ફૂંક મારવાના કારણે ફેલાયો વાયરસ

    મેજિકલ કેન્ડલને કારણે વારંવાર જોરથી ફૂંક મારવા છતાં કેન્ડલ ઓલવાતી ન હતી. કેક જે રૂમમાં કાપવામાં આવી હતી તે રૂમમાં બેઠેલા ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં, જેના કારણે 5 દિવસમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્ટીમાં આવેલા, પરંતુ બીજા રૂમમાં બેઠેલા તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    અમદાવાદ : યુવકની બર્થ ડે પાર્ટી બાદ 22 વ્યક્તિે Coronaનો ચેપ લાગ્યો, ફૂંક મારવાના કારણે ફેલાયો વાયરસ

    જે યુવકનો બર્થ ડે હતો તે પોઝિટિવ હોવાથી અજાણ હતો અને તે પોઝિટિવ આવતા તેણે સમય સૂચકતા વાપરીને પાર્ટીમાં આવેલા લોકોને ફોન કરીને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. યુવકની માતાએ કેક ખાધી ન હતી, તેથી તે બચી ગયાં હતાં. તેમના સિવાય સભ્યો પોઝિટિવ આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    અમદાવાદ : યુવકની બર્થ ડે પાર્ટી બાદ 22 વ્યક્તિે Coronaનો ચેપ લાગ્યો, ફૂંક મારવાના કારણે ફેલાયો વાયરસ

    બર્થડે કેક કટિંગ પછી બહાર ગાર્ડનમાં સંગીત પાર્ટી હતી. તેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મૂકવામાં આવી હતી. બર્થ ડે પાર્ટીમાં કુલ 40થી 50 લોકો ભેગા થયા હતા, પરતું કેટલાક લોકોએ ડિનર લેવાનું ટાળીને માત્ર સંગીત સંધ્યામાં જ હાજરી આપી હતી. જે લોકોએ મોંએ માસ્ક પહેર્યા હતા અને જેમણે સમૂહમાં ખાવાનું ટાળ્યું હતું તે તમામ મિત્રોએ પણ ટેસ્ટ કરાવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 55

    અમદાવાદ : યુવકની બર્થ ડે પાર્ટી બાદ 22 વ્યક્તિે Coronaનો ચેપ લાગ્યો, ફૂંક મારવાના કારણે ફેલાયો વાયરસ

    દરમિયાન રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસ (Coronavirus)ના 1152 નવા કેસ નોંધાયા છે જ્યારે 1078 દર્દી સાજા થયા હતા. આ પૈકીના 190 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને તેના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ગઈકાલે અમદાવાદ-શહેર જિલ્લાના મળીને કુલ 219 નવા કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES