રાજ્યમાં 21મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1430 નવા કેસ પોઝિટિવ (21 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1330 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,24,767 એ પહોંચી ગયો છે.
થલતેજ ચાર રસ્તા પાસે સ્ટોલ ધરાવતા અને કાફે ચલાવતા જીગ્નેશ ભરવાડનું કહેવું છે કે લોકડાઉનમાં ત્રણ મહિના બિલકુલ અમારા સ્ટોલ બંધ રહ્યા છે અને ત્યાર બાદ પણ હજુ સુધી પુરતી આવક થઇ રહી નથી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માલિકોને રાહત આપવા અપીલ કરેલી છે. ત્યારે અમારા સ્ટોલના માલિક એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમને ભાડા માફી કરી આપવામાં આવે તેવી અમે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. અમારે છ મહિનાનું ભાડું ભરવાનું હોય છે જે સાડા પાંચ લાખથી છ લાખ સુધી ચુકવવાનું થાય છે સામે આવક ઘણી ઓછી, નહીં બરાબર છે ત્યારે સ્તોલનામાં ભાડા માફી આપવામાં આવે તે જરૂરી બને છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં હાલમાં 16337 એક્ટિવ કેસ છે, આ પૈકીના 89 વેન્ટિલેટર પર છે જ્યારે 16,248 સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં એક લાખ 5,091 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 61,897 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ પ્રતિદિન પ્રતિમિલિયન વસ્તીની દૃષ્ટીએ 952.26 ટેસ્ટ થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 84.23% ટકાએ પહોંચ્યો છે.