ઋત્વીજ સોની, અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad news) ફરી એક વખત લાખો રૂપિયાની ઘરફોડની ચોરીનો બનાવ બન્યો છે. ઉસ્માનપુરા (Usmanpura) વિસ્તારમાં રહેતો પરિવાર રક્ષાબંધનની (Rakshabandhan) ઉજવણી કરવા દિલ્હી (delhi news) ગયો અને ઘરમાં ખાતર પાડયું. પંચશીલ સોસાયટીના એક મકાનમાં 20 લાખની ચોરીનો બનાવ સામે આવ્યો. જો કે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ કરી રહ્યા છે.
જોકે પરિવારને આ બનાવ અંગેની જાણ થતાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પોલીસને ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ હાથે લાગ્યા છે. જેમાં શકમંદ લાગતા બે અજાણ્યા ઇસમો સોસાયટીમાં પ્રવેશ કરે છે. અને ગણતરીના કલાકોમાં હાથફેરો કરી અને ચોરી કરેલ મુદ્દામાલ રિક્ષામાં લઈ ફરાર થઈ જાય છે.