રાજ્યમાં વરસી રહેલા અવિરત (17 august Gujarat rains updates) વરસાદના કારણે જુદા જુદા જિલ્લાના માર્ગો બંધ થયા છે. જેમાં માર્ગ મકાન વિભાગ હેઠળ આવતા રસ્તાઓનો સમાવેશ થાય છે. બારેમેઘ ખાંગા થવાના કારમે પાણી ફરી વળતા 393 માર્ગો જળમગ્ન (393 roads closed) થયા છે, ત્યારે જાણો તમારા જિલ્લાના કેટલા રોડ બંધ છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તેની પણ માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ થયુ છે. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના પગલે પાણી ભરાતા હોય તેવો કોઝ-વે બંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે