સંજય ટાંક, અમદાવાદઃ આજે ફાયર વિભાગે (Fire Department) શહેરમાં સપાટો બોલાવી દીધો હતો. આજે એક સાથે 15 સ્કૂલ સીલ કરી દીધી હતી. હાઇરાઇઝ બિલ્ડીગ, સ્કૂલ / કોલેજ અને હોસ્પિટલમાં ફાયર એન ઓ સી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ (Gujarat highcourt) દ્વારા વારંવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા ટકોર કરવામાં આવી છે. તેમજ યોગ્ય કામગીરી ન કરવા બદલ પણ આકરી ટિકા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ ફાયર વિભાગ (Ahmedabad Fire Department) દ્વારા ફાયર એન ઓ સી (fire NOC) વગરની 15 સ્કૂલ (school) સામે લાલ આંખ કરી હતી. શહેરના તમામ ઝોનમા। આવેલ 15થી વધુ સ્કૂલ ફાયર એન ઓ સી વગર સીલ કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવેલ વિવિધ પ્રકારના બિલ્ડીંગ અને એકમોને ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ – 2013 હેઠળ તથા વિનિયમો 2014/2016 તેમજ સુધારા વિધાયક - 2021 હેઠળ ફાયર સેફટી સર્ટીફીકેટ (ફાયર એન.ઓ.સી.) મેળવી તેને વખતો વખત નિયત સમય મર્યાદામાં રીન્યુ કરવાના હોય છે.
જાણ કાર્ય બાદ પણ તેઓના દ્વારા ફાયર સેફ્ટી સર્ટીફીકેટ (ફાયર એન.ઓ.સી.) મેળવવામા આવેલ નહી હોવાથી અથવા સમય મર્યાદામાં ફાયર સેફ્ટી સર્ટીફીકેટ (ફાયર એન.ઓ.સી.) રીન્યુ કરાવેલ નહી હોવાથી તથા નીયામાનુસાર ફાયર પ્રિવેન્શન અને પ્રોટેક્શન સીસ્ટમ ઇન્સ્ટોલેશન કરાવેલ ન હોવાથી આજ રોજ આ સાથે સામેલ લીસ્ટ મુજબની અમદાવાદ શહેરમાં આવેલ કુલ 15 શાળાઓને ફાયર સેફ્ટીનો અમલ નહિ કરવા બાબતે સીલ કરવામાં આવેલ છે.