દીપિકા ખુમાણ, અમદાવાદ: ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર ચાર ધામોને દરેક યુગનું પ્રતીક માનવામાં આવે છે. જેમાં કળિયુગમાં જગન્નાથ પુરી (Jagannath Puri)ના દર્શનનો વિશેષ મહિમા વર્ણવાયો છે. અહીં થતી રથયાત્રા એ વિશ્વની સૌથી પ્રાચીન રથયાત્રા છે. જે 12મી સદીમાં શરુ થઈ હોવાનું મનાય છે. પુરીમાં રથયાત્રા (Puri Rath Yatra) માટે દર વર્ષે માત્ર લાકડાથી તૈયાર થયેલો વિશ્વનો સૌથી ઊંચો રથ બનાવવામાં આવે છે. અમદાવાદમાં દર વર્ષે ભગવાનનાં રથનું સમારકામ અને રંગરોગાન થાય છે. શાસ્ત્રો મુજબ રથનો શું વિશેષ મહિમા છે તેની માહિતી મેળવીએ.
અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી લાકડાના રથમાં સવાર થઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળે (Ahmedabad Rath Yatra 2022) છે. આ રથોને પુરીમાં પ્રભુનો રથ તૈયાર કરતા કારીગરોની દેખરેખમાં તૈયાર કરાયા હતા. આજે પણ આ જ રથમાં પરંપરાગત રીતે રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથનો પણ છે વિશેષ મહિના.
જ્યારે અહીં ભગવાનનાં રથને 6 પૈડાં હોય છે. જેમાં તમામ રથમાં સ્પેરમાં મોટા તથા નાના પૈડાં રાખવામાં આવે છે. જેનું વજન 3 ટન જેટલું થવા જાય છે. આ અંગે મફતભાઈ ખલાસીના કહેવા પ્રમાણે પહેલાંના જમાનામાં પહેલો રથ કાઢ્યો ત્યારે બળદગાડા જેવી રથયાત્રા હતી. જેમ જેમ સમય ગયો તેમ તેમ સુધારા વધારા કર્યા.1950 પહેલાંના રથ જૂના હતા. એ પણ આવાં જ હતા. તે નાની સાઈઝના હતા. બળદેવજીનો રથ મોટો હતો. સુભદ્રાજીનો રથા રમકડાં જેવો હતો.
લાલ રંગ એ ધાર્મિકતા, ધન સમૃદ્ધિ અને શુભતાનો પ્રતિક મનાય છે. પીળો રંગ જ્ઞાન, વિદ્યા અને વિવેકનો પ્રિક ગણાય છે. ઘણાં લોકો નથી જાણતાં કે શ્રી જગન્નાથજીના રથ નંદિઘોષના સારથી દારુકજી કહેવાય છે. બલરામજીના રથ તાલધ્વજના સારથી માલતી છે. સુભદ્રાજીના રથ કલ્પધ્વજનું સંચાલન અર્જુન કરે છે. જ્યારે ભગવાનનાં રથ પર જે નીલચક્ર રાખવામાં આવે છે તેનો પણ વિશેષ મહિમા છે.
રથો પર ફરકાવવમાં આવેતી ધજાના સંબોધન માટે ધ્વજાને પણ ચોક્કસ નામ અપાય છે. જેમાં શ્રી જગન્નાથજીના રથની ધજાને ત્રિલોકમોહિની, અને બલભદ્રજીના રથની પતાકાને ઉન્નાની કહે છે. સુભદ્રાજીના રથ પર લહેરાતી ધજાનું નામ નંદબિકા છે. એટલું જ નહીં, ત્રણેય રથોને જે દોરડા વડે ખેચવામાં આવે છે તે દોરડાને પણ ચોક્કસ નામ આપવામાં આવ્યું છે. શ્રી જગન્નાથજીના રથના દોરડાને કહેવાય છે શંખચૂડ. બલભદ્રજીના રથા દોરડાનું નામ વાસુકી તો સુભદ્રાજીના રથના દોરડાને સ્વર્ણચૂડ નામ આપવામાં આવ્યું છે.
ખલાસ એસોસિએશનનાં પ્રમુખ મફતભાઈને કહેવા પ્રમાણે માત્ર ત્રણ જ મહિનામાં ભગવાનનાં રથને સાગના લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે પૈડાં બાવળના લાકડામાંથી તૈયાર થાય છે. મફતભાઈ ખલાસીના જણાવ્યા પ્રમાણે વર્ષ 1950માં ત્રણ સરખા રથ બન્યા હતા. આ રથને બનાવવામાં ખલાસી જ્ઞાતિના ભરૂચના કારીગરોએ કામમાં હોંશિયાર હતા.