1/ 5


અમદાવાદ શહેરમાં જો તમે આમ પ્રજા તરીકે વ્હીકલને લગતા નિયમોનુ પાલન કરવામા સહેજ પણ પાછીપાની કરી તો તમારે દંડ ભરવા તૈયાર રહેવુ પડશે, પરંતુ કાયદાના રખેવાળો હજુ પણ કાયદાને ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
2/ 5


શહેરના સુભાષબ્રીજ, પોલીસ કમિશનર કચેરી, આર.ટી.ઓ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસના વાહનો નો-પાર્કિંગમાં પાર્ક કરેલા જોવા મળ્યા છે.
3/ 5


પોલીસના વાહનો ફક્ત રોડ પર જ નહીં પરંતુ પોલીસ સ્ટેશનની બહાર પણ નો-પાર્કિંગમાં જોવા મળ્યા હતા. ન્યૂઝ 18ને અમદાવાદના અનેક વિસ્તારોમાં આવી રીતે પોલીસ વાહનોને નો-પાર્કિંગમાં પાર્ક કરેલા જોવા મળ્યા હતા
4/ 5


પોલીસની ટોઇંગ વેનથી લઈને ઇન્ટરસેપ્ટર વેન સુધીના વાહનો રોડપર આડેધડ પાર્ક કરેલા જોવા મળ્યા ત્યારે પોલીસને કાયદાનું પાલન કોણ કરાવશે તે પ્રશ્નાર્થ સર્જાયો છે.