

અમદાવાદ : અમદાવાદીઓ જેની રાહ જોતા હતા તેવો નવમાં ફલાવર શૉનું (Flower show) આયોજન 4થી 19મી જાન્યુઆરીથી દરમિયાન થશે. આ શોની એન્ટ્રી ફી (Entry fee) ગયા વર્ષે 10 રૂપિયા હતી પરંતુ આ વખતે તે વધીને 20 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે શનિ અને રવિવારે આ ફી 50 રૂપિયા ચુકવવી પડશે. 12 વર્ષથી નીચેના બાળકો, સિનિયર સિટિઝન અને વિક્લાંગો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. ટિકિટ ફ્લાવર શૉ ઉપરાંત તમામ સિવિક સેન્ટરમાંથી પણ લઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.


પહેલા 78000 ચો.મીટરમાં યોજાતો ફ્લવર શૉ યોજાતો હતો તે આ વખતે 86500 ચો. મીટરની વિશાળ જગ્યામાં યોજાશે. આ ઉપરાંત ફ્લાવર-શૉ આ વર્ષે 16 દિવસ ચાલશે. 4થી તારીખે એટલે શનિવારે ફ્લાવર-શૉ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે ખુલ્લો મુકાશે.


આ ઉપરાંત ફ્લાવર શૉમાં આઠ જુદી જુદી થીમ પરનાર પેવેલિયન બનાવાયા છે. થીમની વાત કરીએ તો મહાત્મા ગાંધીજીની 150 જન્મજયંતિ નિમિત્તે રેંટીયો કાંતતા ગાંધીજી, દાંડીયાત્રા, મીઠાનો સત્યાગ્રહ જેવી ફૂલોથી પ્રતિકૃતિઓ બનાવવામાં આવી રહી છે.


સેલ્ફી પોઇન્ટમાં બટરફ્લાય, ઉડતી પરી, આઇ લવ અમદાવાદ જેવા સ્કલ્પચરના સાનિધ્યમાં સેલ્ફી લઈ શકાશે.


આ વખતે તેમને નવીનમાં ફાયર બ્રિગેડના સાધનો સાથેનું પેવિલયન જોવા મળશે અને રિયલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.


રિસાયકલ, રિડયુસ અને રિયુઝની થીમ પર જૂના ટાયરોમાં ગ્રીનરી ઉભી કરવા સાથે પાણી બચાવોનો સંદેશો પણ અપાશે.


ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરના 8 ફૂટ મોટા સ્કલ્પચર સાથે આરોગ્ય જાગૃતિનો મેસેજ આપવામાં આવશે. આયુર્વેદિક વનની થીમમાં પહાડ અને સંજીવની બુટ્ટી લઈને આવતા હનુમાનજીની પ્રતિકૃતિ જોવા મળશે.


ફ્લાવર શૉમાં ઓસ્ટીયોસ્પર્મમ, પ્રિમુલા, સાયસલામેન, પેટુનિયા, વેરબેના, વિનકા, સેવંતી જેવી વિદેશી જાતોના ફૂલછોડ પણ જોવા મળશે.