

કસોટી ઝિંદગી કેની શરૂઆત સેપ્ટેમ્બર 2018માં થઇ છે ત્યારથી આ શો TRP ચાર્ટમાં નંબર વન પર છે. તેનું ખાસ કરાણ છે શોની સ્ટાર કાસ્ટ. એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથન તેમનાં પાત્રો પ્રેરણા અને અનુરાગને બખુબી અદા કરી રહ્યાં છે.


આ શોમાં બધુ જ બરાબર ચાલતું હતું ત્યારે કોમોલિકાનો રોલ અદા કરનારી હિના ખાનની એક્ઝિટ થવાની વાત આવી. જેને કારણે શોની ક્રિએટિવ ટીમ અસમંજસમાં મુકાઇ ગઇ હતી.


હાલમાં હિના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019નો ભાગ બની છે અને તેણે પહેલી વખત કાન્સનાં રેડ કાર્પેટ પર કામણ પાથર્યા છે.


ત્યારે હવે કસોટી..નાં ચાહકો માટે બીજા ખરાબ સમાચાર છે કે કોમોલિકા બાદ હવે પ્રેરણા પણ આ શોને અલવિદા કહેવાનાં મૂડમાં છે. મુંબઇ મિરરમાં આવેલાં સમાચાર મુજબ, હાલમાં શોનાં રાઇટર્સ તે વિચારમાં છે કે તેઓ કેવી રીતે એરિકાની એક્ઝિટ પ્લાન કરે.. કે પછી તેને સીધી રિપ્લેસ જ કરી દે...


વેલ આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલાં જ સમચારા હતાં કે, શોમાં કરન સિંઘ ગ્રોવરની એન્ટ્રી થશે. જે મિસ્ટર બજાજનાં પાત્રમાં નજર આવશે. જુનાં શોમાં આ પાત્ર રોનિત રોયે અદા કર્યુ હતું.