

લોંગ લાચી ગીતથી દર્શકોને દિવાના કરનારી એક્ટ્રેસ નીરુ બાજવા વર્ષ 1998માં આવેલી દેવાનંદ ફિલ્મમાં મે સોલહ બરસ કીથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. અને હવે તે પંજાબી ફિલ્મ જગતમાં એક પોપ્યુલર ફેસ છે. હાલમાં જ તેને પંજાબી ફિલ્મોથી બોલિવૂડમાં આવવા પર એક સવાલ કરવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, બોલિવૂડમાં અશ્લીલ અનુભવ થયા બાદ તેણે બોલિવૂડમાં કામ કરવાનું બંધ કરી દીધુ.


લેટેસ્ટ પંજાબી ફિલ્મ 'Shadda'માં નીરુએ દિલજીત દોસાંજ સાથે કામ કર્યું છે. હાલમાં ગત થોડા દિવસોથી તે ફિલ્મનાં પ્રમોશનમાં લાગેલી છે. જે બાદ 21 જૂનનાં આ ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારા રિવ્યું મળી રહ્યાં છે.


તો હાલમાં એક ઇન્ટરવ્યૂં દરમિયાન નીરુને પુછવામાં આવ્યું કે, તે બોલિવૂડમાં આગળ આપની કિસ્મત કેમ નથી અજમાવી, તેનાં પર નીરુએ કહ્યું કે, મે હિન્દી ફિલ્મોને લઇને થતી મીટિંગમાં ઘણાં ખરાબ અને અશ્લિલ અનુભવ થયા છે. તેણે ઉમેર્યુ કે, 'અહીં જો રહેવું હોય તો આપે તે કરવું પડે છે.' હું તેનાંથી હચમચી ગઇ હતી. અને ખુબજ અસહજ થઇ ગઇ હતી.


જોકે, નીરુએ કોઇનું પણ નામ લીધુ ન હતું. તેણે વધુમાં કહ્યું કે, હું એવું નથી કહી રહી કે ઇન્ડસ્ટ્રીમાં આવું કામ જ થાય છે. પણ હું તે અભાગી એક્ટ્રેસમાંથી એક છું જેને આવાં કડવાં અનુભવમાંથી પસાર થવું પડ્યું. તે બાદથી હું બોલિવૂડમાં કિસ્મત અજમાવવાં આવી શકી નથી. હું હવે પંજાબી સિનેમામાં મારા યોગદાનથી ખુશ છું.