

સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક ઈન્ડિયન યૂઝર્સને એક શાનદાર ગિફ્ટ આપી છે. આ એક એવી ગિફ્ટ છે જે યૂઝર્સને દરેક મુશ્કેલીથી બચાવશે.


ફેસબુકથી તમે લોકો સાથે મિત્રતા કરી શકો અને પોતાની ફીલીંગ શેર કરી શકો પરંતુ હવે તેનાથી તમે લોકોના જીવ પણ બચાવી શકશો.


ફેસબુક કોઈપણ દૂર્ધટના સમયે ત્રણ રીતે મદદ કરશે. પહેલી રીત જિયોગ્રાફિકલ ટારગેટેડ મેસેજીંગ છે. આ રીતે તે સમયે કે તેની પહેલા કોઈ વિશેષ ભૌગોલિક જગ્યા વિશે જાણકારી આપવામાં આવશે.


જો નવી દિલ્હીમાં દૂર્ધટના થાય છે તો ત્યાંથી ફેસબુક યૂઝર્સને જ એનડીઆરએફની ટીમ આ દૂર્ધટના વિશે જણાવે છે. આમાં એક વિશેષ સોક્ટવેર કામ લાગશે જેને ફેસબુકે ખાસ કરીને એનડીઆરએફ માટે બનાવ્યું છે.


બીજી રીત ડિઝાસ્ટર ઈનફોર્મેશન વોલેન્ટિયર છે. આ અંતર્ગત એનડીઆરએફ અને ફેસબુક મળીને 200 વોલેન્ટિયર તૈયાર કર્યા છે જે ફેસબુક પર જાણકારી આપશે.આ ઉપરાંત કઈ રીતે આ પરિસ્થિતિમાં બચી શકાય તે પણ જણાવશે.


ત્રીજી રીત કોમ્યુનિટી અવેરનેસ છે. ફેસબુકની મદદથી એનડીઆરએફ લોકોને બતાવશે આ ઘટનાની હકિકત શું છે અને અફવાઓ શું છે.