Change Language
1/ 5


આજે વહેલી સવારે સવારે રાજકોટ લીમડી હાઇવે ટ્રેકટર અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મજૂરોથી ભરેલું એક ટ્રેકટર એસટી સાથે અથડાતા ટ્રેકટરમાં સવાર મજૂરો ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે સાત લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલાં લોકોને સારવાર મળે તે માટે તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી.
2/ 5


108 અકસ્માત સ્થળે આવી પહોંચતા ટ્રેકટરમાં સવાર મજૂરો ઉપરાંત ટ્રેકટર અને એસ.ટી.ના પેસેન્જરને નાની મોટી ઇજા પહોંચી હતી.
3/ 5


ઇજાગ્રસ્તોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મહિલા અને પરૂષ ઇજાગ્રસ્તોને લીમડી અને અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
4/ 5


ટ્રેકટરમાં સવાર લોકોને હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને પાટાપીંડી કરી હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરાયા હતા.