

બોલિવૂડમાં કેટલાંક સ્ટાર કિડ્સ લૉન્ચ થઇ ગયા છે. અને કેટલાંક સ્ટાર કિડ્સ છે જેમનો ફિલ્મી પડદે આવવાનો ઇન્તેઝાર છે. તેમાંથી એક છે આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઇરા ખાન (Ira Khan). (PHOTOS:Instagram)


ઇરા ભલે હાલમાં ફિલ્મોમાં ડેબ્યૂ કરવાનો કોઇ પ્લાનિંગ નથી કરી રહી પણ તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે અવાર નવાર તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી રહી છે. (PHOTOS:Instagram)


ઇરા ખાનની આ તસવીરોને ફેન્સ પણ ખુબજ પસંદ કરે છે. આ તમામ ફોટોને હજારોની સંખ્યામાં ફેન્સની લાઇક મળી છે અને કમેન્ટ્સ પણ ઘણી છે. (PHOTOS:Instagram)


ઇરાનો આ બોલ્ડ અવતાર જોઇને ઘણાંએ કમેન્ટ કરી છે કે તે બૉલિવૂડમાં ડેબ્યૂ ક્યારે કરવાની છે. પણ આપને જણાવી દઇએ કે ઇરા ડિરેક્ટરનાં રૂપમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી ચૂકી છે. (PHOTOS:Instagram)


ઇરા ખાને ડિરેક્શનની દુનિયામાં થિએટર પ્રોડક્શન 'યૂરિપિડિસ મેડિયા'થી ડેબ્યૂ કર્યુ છે. હવે તેનાં બૉલિવૂડમાં એક્ટિંગ ડેબ્યૂની ચર્ચાઓએ જોર પકડ્યું છે. (PHOTOS:Instagram)