

ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને લિપસ્ટિક અંડર માય બુરખા ફિલ્મમાં કામ કરનારી આહના કુમરા તેનો એક અનુભવ શેર કર્યો હતો. આ ઘટના લિપસ્ટિક..નાં શૂટિંગ સમયની છએ. જ્યારે તે પ્રોડ્યુસરની કમેન્ટથી અસહજ થઇ ગઇ હતી કે પ્રોડ્યુસરને જવાનું કહેવું પડ્યુ હતું.


આહના કહે છે કે, 'લિપસ્ટિક...' નો સેક્સ સીન શૂટ કરવાનો હતો. આ દરમિયાન સેટ પર પ્રોડ્યુસર પ્રકાશ ઝા આવ્યા હતાં. તે સમયે તેમણે કોઇ વાતે કંઇક કહ્યું. આહનનાં મતે તે એવું હતું કે જે સાંભળીને તે અસહજ થઇ ગઇ હતી.


જે બાદ તે ફિલ્મની ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવ પાસે પહોંચી અને પૂછ્યું કે આખરે પ્રકાશ ઝા ત્યાં કેમ છે. તેણે પ્રકાશ ઝાની વાત કેમ સાંભળવી જોઇએ? તે તો ફક્ત ફિલ્મનાં પ્રોડ્યુસર છે.


આહનાએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત શોર્ટ ફિલ્મ 'તિશા'થી કરી હતી. તેની પહેલી ફિચર ફિલ્મ વર્ષ 2010માં આવેલી 'સોના સ્પા' હતી. જે બાદ તેને ઘણી શોર્ટ ફિલ્મ કરી. અને ફિલ્મોમાં કામ કર્યું.


તેની ચર્ચિત ટીવી સીરીઝની વાત કરીએ તો તેમાં 'યુદ્ધ' અને 'એજન્ટ રાઘવ' જેવા નામ આવે. 'યુદ્ધ'માં આહનાએ બિગ બી સાથે કામ કર્યુ છે.


આહાનાની ચર્ચા ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા'થી થવા લાગી હતી. ફિલ્મની બોલ્ડ સ્ટોરી લાઇન અને તેનાં બોલ્ડ ઇન્ટિમેટ સિનનાં કારણે આ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી હતી.