

આજકાલની ભાગદોડ ભરેલી લાઈફની અસર આપણી હેલ્થ પર પણ પડે છે. અનિયમિત જીવનશૈલીના કારણે તકલીફોનો સામનો કરવો પડે છે. તેમાંથી એક મોટી સમસ્યા સ્પર્મ કાઉન્ટની છે. પરંતુ આ ફૂડને રોજંદા જીવનમાં લોવાથી સ્પર્મ કોન્ટીટી સારી થશે. આવો જાણો કયા છે તે ફૂડ...


કેળામાં બ્રોમેલિન એમ્ઝાઈમ, વિટામીન સી, ઈ અને B1 હોય છે. તે પુરુષોમાં શુક્રાણુઓ પેદા કરે છે. સેક્સ હોર્મોનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.


ટામેટું ખાવ. તેમાં રહેલા લાઈકોપિન સ્પર્મ કાઉન્ટ, ક્વોલિટી અને સ્ટ્રક્ચર સુધારે છે. ટામેટાને ઓલીવ ઓઈલમાં કૂક કરીને ખાવું ફાયદાકારક છે.


પાલકમાં રહેલા ફોલિક એસિડ સ્વસ્થ શુક્રાણુના ઉત્પાદનમાં મદદ કરે છે. શરીરમાં ફોલિક એસિડની ઉણપ થવા પર અસ્વસ્થ સ્પર્મ બને છે. જેના કારણે સ્પર્મ્સને એગ્સ સુધી પહોંચવામાં તકલીફ આવે છે.


ડાર્ક ચોકલેટ સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. તેમાં એમિનો એસિડ એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે પુરુષોની ફર્ટિલિટી ને પ્રભાવિત કરવાવાળા ફ્રી રેડિકલ્સ દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ વધુ ચોકલેટ ના ખાવી જોઈએ, કારણ કે તેનાથી વજન વધે છે. દિવસમાં એક ડાર્ક ચોકલેટના ટૂકડામાં ઘણાં જ એમિનો એસિડ મળે છે.


લસણમાં એલિસિન હોય છે, જે પુરુષોના સેક્સુઅલ ઓર્ગનમાં બ્લડ ફ્લોને વધારે છે. સ્પર્મને ક્ષતિગ્રસ્ત થતા બચાવે છે. લસણમાં સેલેનિયમ પણ હોય છે જે શુક્રાણુઓની ગતિશીલતા વધારે છે. પ્રતિ દિવસ 2 લસણની કળી ખાવી પૂરતી છે.