

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 55 માછીમારો પહોંચ્યા માદરે વતન વેરાવળ, માછીમારો નો પરિવાર સાથે ભેટો થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આંખમાંથી આંસુ સરકી આવ્યા હતા. પાકિસ્તાન જેલ મા કેદ 355 ભારતીય માછીમાર પૈકીના 55 માછીમારો અને 5 સિવિલયન્સ પાકિસ્તાને મુક્ત કર્યા હતા. (દિનેશ સોલંકી, ગીર સોમનાથ)


મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન જેલ મા કેદ 355 ભારતીય માછીમાર પૈકીના 55 માછીમારો અને 5 સિવિલયન્સ પાકિસ્તાને મુક્ત કર્યા હતા. જેના પગલે પ્રથમ વાઘા બોર્ડર પહોંચ્યા બાદ આજે માદરે વતન વેરાવળ પહોંચતા હતા.


તો 5 સિવિલયંન ગુજરાત બહારના હોવાના કારણે વાઘાબોર્ડરથી તેઓને અલગ કરી દેવામાં આવ્યા હતા. છેલા દોઢેક વર્ષથી કેદ માછીમારો મુક્ત થતા તેમના પરિવારજનો વહેલી સવારથી જ વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા.


માછીમારો વેરાવળ ફિશિરીઝ કચેરી પહોંચતા જ તેમના પરિવાર જનો તેમને ભેટી પડયા હતા અને આખોમાંથી હર્ષના આસું છલકાયા હતા.


આજે મુક્ત થયેલા માછીમારોમાંગીર સોમનાથ ના 44 , પોરબંદર 01, અમરેલી 03, રાજકોટ 01 અને દીવ ના 06 મળી કુલ 55 માછીમારો મુક્ત થતા માદરે વતન પહોંચ્યા હતા.