

સુરતના પોશ વિસ્તારમાં 54 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. પોતાના ફ્લેટના મકાનમાંતી તેણે જમીન પર પડતું મુકીને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો નીચે દોડી આવ્યા હતા. જ્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી. મહિલા લાંબા સમયથી બીમાર રહેતી હીત જેથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સ્થાનિકોનું માનવું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે. (કિર્તેશ પટેલ, સુરત)


મળતી માહિતી પ્રમાણે સુરતના પોશ ગણાતા વિસ્તાર વીઆઇપી રોડ આવેલી પૂણ્ય ભૂમિ રેસિન્ડેસીના નવમાં માળે મંજુબેન બરણવાલ પરિવાર સાથે રહેતા હતા.


54 વર્ષીય મંજુબેને આજે શનિવારે બપોરના સમયે પોતાના ફ્લેટમાંથી મોતની છલાંગ લગાવી હતી. જ્યાં તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.


મંજુબેન લાંબા સયમથી બીમાર રહેતા હતા જેના કારણે તેમણે આવું પગલું ભર્યું હોવાનું સ્થાનિકોનું માનવું છે.