

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે એશિયા કપમાં પોતાનું દમ બતાવવા માટે તૈયાર છે. એશિયા કપ 15 સપ્ટેમ્બરથી શરૂ કરી રહ્યો છે. આ ટૂર્નામેન્ટ યૂએઈમાં આયોજિત કરવામાં આવી રહી છે. તેથી કોઈપણ ટીમને જીત માટેની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી નથી. બીસીસીઆઈ કેટલાક દિવસ પહેલા જ ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીની કેપ્ટનસી કરશે અને શિધર ધવન વાઈસ કેપ્ટન હશે. આમ તો ટીમ યુવા ખેલાડીઓથી ભરેલી છે પરંતુ કોહલીની ત્રણ નંબરની ભરપાઈ કરવા માટે રોહિત શર્માને મહેનત તો કરવી જ પડશે. આમ કોહલીની ગેરહાજરી ઉપરાંત અન્ય પણ કેટલીક વાતો છે જે ઈન્ડિયાને પાકિસ્તાન સામે આ ટૂર્નામેન્ટમાં કમજોર બનાવે છે. તો આવો તમને તે પાંચ કારણો જણાવીએ જે અનુસાર 19 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરૂદ્ધ થનાર મેચમાં હારનો સામનો કરવો પડી શકે છે.


પાકિસ્તાન પાસે ઘરેલૂ પિચનો લાભ: એશિયા કપ આ વખતે યૂએઈમાં રમાવા જઈ રહી છે, જ્યા રમવાનો અનુભવ ભારતીયો ખેલાડીઓ પાસે ઘણો ઓછો છે. જ્યારે પાકિસ્તાન પોતાની મોટાભાગની ઘરેલૂ સિરીઝો અહી જ રમે છે. એવામાં પાકિસ્તાન પાસે પરિસ્થિતિઓ વિશેનો પૂરેપૂરો અનુભવનો લાભ થશે. તે ઉપરાંત ટીમ ઈન્ડિયાને 18 અને 19 સપ્ટેમ્બરે સતત બે મેચો રમવાની છે. 18 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાને હોંગકોંગ વિરૂદ્ધ મેચ રમવાની છે. એવામાં સતત બે મેચો ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર અસર નાંખી શકે છે. આ શેડ્યુલને લઈને બીસીસીઆઈએ નારાજગી પણ વ્યક્ત કરી છે પરંતુ શેડ્યુલમાં કોઈ જ પરિવર્તન કરવામાં આવ્યો નથી.


મીડલ ઓર્ડર એક મોટી સમસ્યા: 205 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયા નંબર 4 પોઝીશન પર ઘણા બધા ખેલાડીઓને તક આપી છે, પરંતુ આ પોઝીશન પર નિરાશા જ હાથ લાગી છે. એવામાં એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સામે એકવાર ફરીથી નંબર 4ની સમસ્યા મોઢૂ ખોલીને ઉભી છે. આ પોઝીશન માટે હાલમાં ટીમ ઈન્ડિયા માટે મનીષ પાંડે, દિનેશ કાર્તિક, કેદાર જાધવ અને અંબાતી રાયડૂ જેવા ખેલાડી છે પરંતુ આમાંથી કોણ સફળ થાય છે તે જોવાનું રસપ્રદ રહેશે. આમ ટીમ ઈન્ડિયા આ પોઝીશન પર કેદાર જાધવને રમાડી શકે છે કેમ કે, તેઓ ઓફ સ્પિન પણ ફેકી શકે છે, પરંતુ ઈજાન કારણે બલ્લાનો કમાલ બતાડી શકશે? તે એક મોટો પ્રશ્ન છે.


વિરાટ કોહલીની ગેરહાજરી મોટી સમસ્યા : ટીમ ઈન્ડિયા માટે આ એક મોટી સમસ્યા છે કેમ કે તે તેમની કેપ્ટનસીમાં એશિયા કપ રમશે નહી. ભલે ટીમ ઈન્ડિયાને વિરાટની ઉણપ કેપ્ટનના રૂપમાં ના નડે પરંતુ એક શાનદાર બેટ્સમેનના રૂપમાં જરૂર પડશે. પાછલા ઘણા વર્ષથી જોઈએ તો કોહલીએ એકલા હાથે ટીમ ઈન્ડિયાને ઘણી બધી મેચોમાં જીત અપાવી છે. કોહલી પડકાર સ્વીકાર કરે છે અને હારેલી મેચને પણ જીતમાં ફેરવી બતાવે છે. આમ વિરાટનું ના રમવું પાકિસ્તાન માટે એક ભેટ સમાન છે, કેમ કે, ટીમ ઈન્ડિયા મોટાભાગના તે ખેલાડીઓ પર નિર્ભર રહેશે જેમનું પ્રદર્શન હાલમાં જોઈએ તેટલું સારૂ ની. કેએલ રાહુલ નંબર 3 પોઝીશન પર કોહલીની જગ્યા પર ઉતરી શકે છે. લોકેશ રાહુલ પર વધારે જવાબદારી આવી શકે છે.


પાકિસ્તાનનો ટોપ ઓર્ડર છે ફોર્મમાં: પાકિસ્તાન ટીમનું હાલના પ્રદર્શનની વાક કરીએ તો તેમનું ટોપ ઓર્ડર ગજબના ફોર્મમાં છે. ફખર જમાન, ઈમામ ઉલ હક અને બાબર આઝમ રનોનો વરસાદ કરી રહ્યાં છે. હાલમાં જ તેમને જિમ્બાબ્વે પ્રવાસમાં પહેલા તો મેજબાન ટીમને 5-0થી માત આપી અને પછી ઓસ્ટ્રેલિયા સામે થયેલ ટ્રાઈ સિરીઝમાં ગજબની જીત નોંધાવી.


જમાન આજકાલ બોલરોની ધોલાઈ કરીને રનનો ઢગલો કરી રહ્યો છે. એવામાં પાકિસ્તાનની બેટિંગ લાઈન ખુબ જ મજબૂત નજરે પડી રહી છે. જ્યારે મીડલ ક્લાસમાં બાબર આઝમ અને શોએબ મલીક તેમની બેટિંગને વધાર મજબૂત બનાવે છે. પાકિસ્તાન પાસે ઓલરાઉન્ડરની ભરમાર છે જે કોઈપણ સમયે મેચનું પાસું બદલી શકવા માટે સક્ષમ છે. આ ટૂર્નામેન્ટ સરફરાજ અહેમદની કેપ્ટનસીવાળી પાકિસ્તાન ટીમ માટે ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ થવાની છે.


બોલિંગ આક્રમણનો કોઈ જવાબ નથી : તે વાત કોઈ જ ના નકારી શકે કે પાકિસ્તાન પાસે એશિયામાં સૌથી શાનદાર બોલિંગ આક્રમણ છે. તેમની પાસે વેરાયટી બોલિંગ કરનાર અને યૂએઈની ફ્લેટ પિચ પર કેવી બોલિંગ કરવી તે ખુબ જ સારી રીતે જાણે છે. ટીમ પાસે અનુભવી અને યુવા ખેલાડીઓનું સારૂ એવું મિશ્રણ છે