

સુરતમાં અડાજણ વિસ્તારમાં એક પરિણીત મહિલા ડોક્ટરે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઇને આપઘાત કર્યાની ઘટના બની છે. 28 વર્ષીય તબિબ પરિણીતાના આત્મહત્યાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. જ્યારે પોલીસને જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું હતું કે, સાસરિયાઓ છૂટાછેડા માટે દબાણ કરતા હોવાની અંતિમ પગલું ભર્યું હશે. જોકે, સંપૂર્ણ તપાસબાદ જ આત્મહત્યાનું સાચું કારણ જાણવા મળશે. અડાજણ પોલીસે ગુનો નોંધા વધુ તપાસ હાથધરી છે. (કિર્તેષ પટેલ, સુરત)


મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં 29 વર્ષીય ડો દિપાલીના લગ્ન ચિંતન ઠાકોરભાઇ પટેલની સાથે વર્ષ 2013માં થયા હતા. ત્યારબાદ બંને સુખી લગ્ન જીવન જીવતા હતા.


આ ઘટનાની જાણ થતાં પરિવારમાં આઘાત લાગ્યો હતો. અને સ્થાનિક લોકોના ટોળા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.


પોલીસને જાણ થતાં જ અડાજણ પોલીસની ટીમ ઘટના સ્થળે આવીને લાશનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.