

કુઆલાલુમ્પુર : ડિસેમ્બર, 2017માં એક 18 વર્ષીય મૉડલ કુઆલાલુમ્પુરની એક હૉટલના 20માં માળેથી નીચે પડી ગઈ હતી. મૉડલ 20માં માળેથી નિર્વસ્ત્ર હાલતમાં નીચે પડી હતી અને છઠ્ઠા માળ પર બાલ્કનીમાં અટકી ગઈ હતી. ઇવાન સ્મિતે ખૂબ જ વધારે માત્રામાં ડ્રગ્સ લીધું હતું અને ગ્રુપ સેક્સ માંણ્યું હતું. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ અકસ્માત ન હતો પરંતુ ઇવાનની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે આ કેસ ફરીથી ખોલ્યો છે. ઇવાન સાથે ગ્રુપ સેક્સની પ્રવૃત્તિમાં જોડાયેલી એક યુવક અને તેની પત્ની હાલ મલેશિયા છોડીને જતા રહ્યા હોવાની માહિતી મળી છે.


જે તે સમયે મીડિયામાં રિપોર્ટ્સ આવ્યા હતા 18 વર્ષીય ઇવાન સ્મિથ, મલેશિયામાં રહેતા તેના એક અમેરિકન મિત્ર અને તેના મિત્રની કઝાક (કઝાકિસ્તાનની) પત્નીએ એ દિવસે ખૂબ વધારે પ્રમાણમાં ડ્રગ્સ લીધું હતું અને દારૂ પીધો હતો. જે બાદમાં ત્રણેયએ ગ્રુપ સેક્સ માંણ્યું હતું. (તસવીર. ઇવાન સ્મિત, તેનો અમેરિકન મિત્ર અને તેની પત્ની)


પોલીસે આ વર્ષની શરૂઆતમાં આ મોત મામલે કોઈની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે ઇવાના નીચે પડી તે પહેલા તેણીને બચાવવાનો પ્રયાસ થયો હતો.


જોકે, ઇવાનાના પરિવારે આ આદેશને ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો. જે સંદર્ભે હાઇકોર્ટે ગત અઠવાડિયે કોઈ જાણીતી કે અજાણી વ્યક્તિ આ હત્યામાં સંડોવાયે હોવાનું કહીને આ મામલે નવેસરથી તપાસ કરવાનો આદેશ કર્યો છે.


જે બાદમાં પોલીસે બુધવારે જાહેરાત કરી હતી કે, બાળપણથી જ મલેશિયામાં રહેતી ઇવાના સ્મિતના મોત મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ તેઓ આ મામલે ફરીથી તપાસ શરૂ કરશે.


ગુનાહિત બાબતોની તપાસ કરતા ખાતાના વડા હુઝેર મોહમ્મદના જણાવ્યા પ્રમાણે, આ કેસની તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે.


"અમે જે લોકોના નિવેદનો લીધા છે તેમને ફરીથી બોલાવવામાં આવશે, આ ઉપરાંત પહેલા જે લોકોના નિવેદનો નથી લેવામાં આવ્યા તેમના નિવેદનો લેવામાં આવશે." તેમ પોલીસ વડાએ જણાવ્યું હતું.