1/ 4


હળવદ તાલુકાના માયાપુર ગામની સીમમાં આજે 20 ઘેટાં-બકરાના મોત નિપજ્યા હતા.જોકે આ ઘેટાં બકરાઓના મોત ઝેરી અસરવાળો કપાસ ખાવાથી થયાની ગ્રામજનોએ આશંકા દર્શાવી છે.હાલ પશુ ચિકિત્સકોની ટીમે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. (અતુલ જોશી, મોરબી)
2/ 4


આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના મયાપુર ગામે આવેલ લીમડિયા સીમ વિસ્તારમાંથી આજે 20 ઘેટા-બકરાના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટપોટપ 20 ઘેટાં બકરાના મોત થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
3/ 4


આ ઘટનાને પગલે પશુ ચિકિત્સકોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે.જ્યારે મયાપુર ગામે રહેતા ભાજપ અગ્રણી ભરતભાઇ દલવાડીએ એવી શંકા વ્યક્ત કરી હતી કે, સીમ વિસ્તારમાં આ ઘેટાં-બકરાએ ઝેરી દવા છાટેલા કપાસ ખાતા તે અબોલ પશુઓ મોતને ભેટ્યા હોવાની શંકા દર્શાવી હતી.