1/ 4


અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે વહેલી સવારે આવેલી પ્રીતેન હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ લાગતા બે કામદારોનાં દાઝી જવાથી મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા 6 ફાયર ફાઇટરો સ્થળે દોડી જઇને રાહત કામમાં લાગી ગયા હતાં. આગ એટલી વિકરાળ હતી કે આસપાસનાં વિસ્તારમાં ધુમાડાનાં ગોટેગોટા થઇ ગયા હતાં.
2/ 4


પ્રીતેન હેલ્થકેરમાં બ્લાસ્ટ થતા કંપનીનો આખો પ્લાન્ટ બળીને ખાખ થઇ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેમાં રહેલા બે કામદારો પણ બળી જતા મોત નીપજ્યું હતું.
3/ 4


આસપાસનાં વિસ્તારમાં વાયુવેગે ઘટનાની જાણ થતા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. ફાયર ફાઇટરની ટીમ હાલ આગ બુઝાવવા અને રાહત કાર્યમાં લાગી ગઇ છે.