1/ 5


ટંકારા પાસે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે
2/ 5


અકસ્માતમાં મોતને ભટનાર બન્ને એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઘટનાને પગલે વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા અને દીધડિયા ગામના સરપંચ સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.
3/ 5


ધ્રોલથી લગ્નની ખરીદી કરીને પરત ફરી રહેલા મુસ્લિમ પરિવારને ટંકારાના મિતાણા પડઘરી રોડ પર અકસ્માત નડ્યો હતો. કારમાં એક જ પરિવાર પાંચેક લોકો સવાર હતા.
4/ 5


સામેથી આવી રહેલી રિક્ષા સાથે કાર ટકરાતા શેરસિયા ઇલમુદ્દીન અને શેરસિયા હુસેનભાઇનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. સ્થાનિક લોકોએ અકસ્માતમાં ઘાયલ ત્રણ લોકોને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.