

ન્યૂઝ18ગુજરાતીઃ મૉબાઇલ ચાર્જ (Mobile charging) કરતા સમયે શું કરંટ લાગવાથી કોઇનું મોત થઇ શકે? આવી ઘટનાઓ ત્યારે સામે આવે છે જ્યારે મોબાઇલની બેટરીમાં બ્લાસ્ટ થાય. પરંતુ થાઇલેન્ડમાં (Thailand)એક યુવતી સાથે એવું થયું કે ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. આ યુવતીનું મોત મૉબાઇલ ચાર્જ કરતા સમયે થયું હતું.


Dailymailમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે થાઇલેન્ડના છૈયા જિલ્લામાં રહેનારી 17 વર્ષીય નોંગ યિંગ નામની યુવતી ઘરે એકલી હતી. તે પથારીમાં સુતી પોતાનો મોબાઇલ ચાર્જ કરી રહી હતી. એ સમયે મોબાઇલનો ઉપયોગ પણ કરી રહી હતી. તેણે મોબાઇલ ચાર્જરને જે વીજળીના તાર (electric wire) સાથે જોડ્યો હતો. તે ક્ષતિગ્રસ્ત હતો.


એ વાયર સંપૂર્ણ પણે પેટથી લપેટાયેલો હતો. અને તેના બેડનું માળખું એલ્યુમિનિયમ ફ્રેમનું હતું. આ સમયે મોબાઇલ ચાર્જ કરતા સમયે ક્ષતિગ્રસ્ત વાયર બેડના ફ્રેમને સ્પર્શ્યો હતો. જેના પગલે બેડમાં કરંટ પ્રસરી ગયો હતો. જેથી કરંટની ઝપેટમાં આવવાથી નોંગનું શુક્રવારે રાત્રે મોત થયું હતું.


ઘટના બાદ નોંગની 47 વર્ષીય માતા બૂનપેંગ ઘરે આવી તો તેને લાગ્યું કે તેની પુત્રી રૂમાં સુઇ રહી છે. થોડા સમય પછી માતા પુત્રીને જગાડવા ગઇ અને તેના શરીરે અડતાં જ તેને પણ કરંટનો ઝાટકો લાગ્યો હતો. અને તે તરત જ પાવર કંટ્રોલ યુનિટ પાસે ગઇ અને વીજળીની મેઇન સ્વીચ બંધ કરી હતી.


ત્યારબાદ તે પાછી આવીને પુત્રીની તપાસ કરી તો તે મૃત્યુ પામી હતી. માતાના જણાવ્યા પ્રમાણે નોંગના જમણા હાથે દાઝ્યાના નિશાન હતા. તેમનું કહેવું છે કે તેમની પુત્રી હાથમાં મોબાઇલ પકડ્યો હતો.