1/ 6


ભગવાન જનન્નાથની 142મી રથયાત્રા 4 જુલાઇએ નીકળવાની છે તે પૂર્વે અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધી કરવામાં આવી હતી.
2/ 6


રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી આ નેત્રોત્સવ વિધીમાં સહભાગી થયા હતા. રાજ્યપાલશ્રીએ ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની આરતી-દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
3/ 6


ભગવાન જગન્નાથ ગરીબોના દેવતા છે, ગરીબોના બેલી છે અને રથયાત્રા દ્વારા દરિદ્રનારાયણને દર્શન આપી તેમના હાલચાલ પુછવા નગરયાત્રાએ નીકળે છે.
4/ 6


સામાન્ય રીતે ભક્તજનો ભગવાનના દર્શન માટે મંદિરમાં જતા હોય છે પરંતુ રથયાત્રાના આ દિવસે ભગવાન સામે ચાલીને સ્વયં ભક્તજનોના હાલચાલ પુછવા નગરચર્યાએ નીકળે છે.
5/ 6


મંદિરના સંતગણ સહિત મેયર શ્રીમતી બિજલબેન પટેલ તથા અમદાવાદના મ્યૂનિ.કમિશ્નર પદાધિકારીઓ, જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સંતો-મહંતો ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.