

આ દિવસોમાં પ્રિયંકા ચોપડા આકાશ અંબાણીના લગ્નમાં જોવી મળી હતી. આ શાહી લગ્નમાં તેની માતા મધુ ચોપડા અને ભાઈ સિદ્ધાર્થ સાથે પહોંચી હતી. પ્રિયંકાએ આકાશ અંબાણીના લગ્નમાં ગજબ ડાન્સ કર્યો હતો. લગ્નમાં હાજરી આપ્યા બાદ બીજા દિવસે પ્રિયંકાને હોસ્પિટલમાંથી બહાર નિકળતી સ્પૉટ કરવામાં આવી હતી.


પ્રિયંકા તેમની માતા મધુ ચોપડા સાથે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં પહોંચી હતી. ફરી એકવાર સમાચાર આવ્યા કે પ્રિયંકા ચોપડા ગર્ભવતી છે. થોડા દિવસ પહેલા પ્રિયંકાની એક તસવીરને જોઇને અટકળો કરવામાં આવી હતી કે પ્રિયંકા ટૂંક સમયમાં જ માતા બનશે.


આ અહેવાલો પર પ્રિયંકાની માતા મધુ ચોપડાએ સ્પષ્ટ કર્યું હતુ કે તેણીની પુત્રી ગર્ભવતી નથી. હવે જ્યારે પ્રિયંકાના ગર્ભાવસ્થાના સમાચાર ફરીથી વાયરલ બન્યાં, ત્યારે તેની માતા ફરીથી સામે આવી. સ્પોટબોયના અહેવાલ મુજબ પ્રિયંકાની માતાએ હોસ્પિટલમાં જવાનું કારણ જણાવ્યું હતું.


તેઓને પૂછવામાં આવ્યું, 'તમે હોસ્પિટલમાં કેમ ગયા, બધું સારું છે?' મધુ ચોપડાએ કહ્યું, 'અમે અમારા એક સંબંધીઓને મળવા ગયા હતા. હાલમાં જે બીમાર છે. ' જવાબ બાદ તે સ્પષ્ટ છે કે પ્રિયંકા ગર્ભવતી નથી.