પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ કરશે. લોકાર્પણના બે દિવસ પહેલા સરકારે સંસદનો પ્રથમ લુક સામે આવી ગયો છે. અને આ નજારો કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે એવો છે.
નવી સંસદના ઉદ્ધાટનના બે દિવસે તેનો પહેલો લૂક સામે આવી ગયો છે જે સંમોહિત કરી મૂકનાર છે. મહત્વનું છે કે, કોંગ્રેસ, TMC, AAP, JDU, RJD, DMK, NCP, સમાજવાદી પાર્ટી સહિત 21 પક્ષોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોએ સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરી છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 1.48 સેકન્ડના વીડિયોમાં સંસદના તમામ ક્ષેત્રોને બતાવવામાં આવ્યા છે. વીડિયોની શરુઆત સંસદના ટોચમાં લગાવેલ અશોક સ્તંભથી કરવામાં આવી છે. ત્યાર બાદ સત્યમેવ જયતે અંકિત ભવન બતાવ્યું છે. વીડિયોમાં ભવન બાદ સંસદનો એરિયલ વ્યૂ બતાવ્યો છે. તેમાં સાથે જૂની સંસદ પણ દેખાય છે.
રાષ્ટ્રપતિ દ્વારા સંસદના ઉદ્ઘાટનને લઈને વિવાદ ચાલુ છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે પીએમ મોદી દ્વારા નવી સંસદના ઉદ્ઘાટનને લઈને અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
વીડિયોમાં એરિયલ વ્યૂ બાદ લોકસભા બતાવી છે. જેની ભવ્યતા જોઈને ચોંકી જશો. લીલા રંગના બેરગ્રાઉન્ડ અને ઈંટીરિયર હોય કે પછી સોનેરી રંગની દીવાલો, જ્યાં જ્યાં આપની નજર પડશે, ત્યાં થોડી વાર ઊભા રહી જોવાનું મન થઈ જશે. લોકસભામાં અધ્યક્ષના આસન પર અશોક ચક્ર લગાવામાં આવ્યું છે.
મોરના પંખની આકૃતિ લોકસભા ભવનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. તો વળી લાલ રંગના બૈકગ્રાઉન્ડ અને ઈંટીરિયરથી બનેલા રાજ્યસભાની ભવ્યતા પણ અનોખી છે.
ભારતની રાજકીય ઘટનાઓનો જ્યારે જ્યારે ઉલ્લેખ થશે, ઈતિહાસ લખનારા તેને આ તારીખનો ઉલ્લેખ ચોક્કસથી કરશે. હકીકતમાં જોઈએ તો, 28 મેના રોજ દેશને નવું સંસદ ભવન મળવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે સંસદ ભવનનું ઉદ્ધાટન કરશે
નવા સંસદ ભવનના ઉદ્ધાટનની સાથે વધુ એક ઐતિહાસિક કામ થવા જઈ રહ્યું છે. ભારતની સ્વતંત્રતાનું પ્રતીક સેંગોલ પણ આ દિવસે સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. આ એ જ સેંગોલ છે, જેને સ્વતંત્રતાનું પ્રતીક તરીકે પંડિત જવાહર લાલ નહેરુએ બ્રિટિશ સરકાર પાસેથી લીધું હતું.
જેને સ્વતંત્રતાનું પ્રતીક તરીકે પંડિત જવાહર લાલ નહેરુએ બ્રિટિશ સરકાર પાસેથી લીધું હતું. અત્યાર સુધીમાં આ સેંગોલ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું હતું. પણ હવે તેને લોકસભા સ્પીકરની ખુરશીની બાજૂમાં લગાવવામાં આવશે.
નવા સંસદ ભવનના ઉદ્ધાટનની સાથે વધુ એક ઐતિહાસિક કામ થવા જઈ રહ્યું છે. ભારતની સ્વતંત્રતાનું પ્રતીક સેંગોલ પણ આ દિવસે સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. આ એ જ સેંગોલ છે, જેને સ્વતંત્રતાનું પ્રતીક તરીકે પંડિત જવાહર લાલ નહેરુએ બ્રિટિશ સરકાર પાસેથી લીધું હતું.
અત્યાર સુધીમાં આ સેંગોલ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું હતું. પણ હવે તેને લોકસભા સ્પીકરની ખુરશીની બાજૂમાં લગાવવામાં આવશે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની યાદમાં ₹75નો સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. આ સિક્કા પર નવા સંસદ ભવનના ચિત્ર સાથે 'સંસદ સંકુલ' લખેલું હશે.
18 NDA ઘટક અને 7 બિન NDA પક્ષો સહિત ઓછામાં ઓછા 25 પક્ષો રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે ઐતિહાસિક રાજદંડ 'સેંગોલ'ને નવા સંસદભવનમાં રાખવામાં આવશે.તેમણે એ પણ માહિતી આપી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના નવા બિલ્ડિંગના નિર્માણમાં જોડાયેલા લગભગ 60,000 કામદારોનું સન્માન કરશે.
મોગલ શહેનશાહ ઔરંગઝેબે 1682ની સાલમાં એમપીના વિદિશામાં એક હિંદુ મંદિર તોડી પાડ્યું હતું. નવી સંસદ પણ બરાબર તેના જેવી દેખાય છે. ઔરંગઝેબે તોડી પાડેલું મંદિર ચર્ચિકા દેવીનું હતું.