સંગીતા બિજલાની ભલે જ હાલ એક્ટિંગથી દૂર છે. પરંતુ 90ના દશકમાં ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસના હુસ્નની ખૂબ જ ચર્ચા થતી હતી. જોકે, આજે પણ તેની સુંદરતા અને ગ્લેમરસમાં એટલી જ શાનદાર દેખાય છે.
સંગીતાને અસલી ફેમ 'ત્રિવેદ'ના ગીત 'ઓએ ઓએ' થી મળી હતી. આ ગીતમાં એક્ટ્રેસની સુંદરતા પર દરેક લોકો ફિદા થઈ રહ્યા હતાં.
આ દરમિયાન સલમાન ખાન અને સંગીતાના અફેરની ચર્ચા પણ થવા લાગી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે, બંનેના લગ્નના કાર્ડ પણ બની ગયા હતાં. પરંતુ, કંઈક એવું થયું કે કપલ અલગ થઈ ગયું.
પછી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યા બાદ સંગીતાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. તેણી હાલ, બોલિવૂડમાં એક્ટિવ જોવા નથી મળતી પરંતુ, સોશિયલ મીડિયા પર હજુ એક્ટિવ છે.
સોશિયલ મીડિયા પર તેણી સતત એક્ટિવ રહે છે અને તેણી સતત પોતાના એકાઉન્ટ પર બોલ્ડ તેમજ ખૂબ જ સુંદર તસવીરો શેર કરી ફેન્સને ઈમ્પ્રેસ કરતી જોવા મળી રહી છે.
એક્ટ્રેસની આ તસવીરો એ વાતની સાક્ષી પુરે છે કે, ઉંમર ફક્ત એક નંબર હોય છે. જો માણસ ઈચ્છે તો કોઈપણ ઉંમરમાં પોતાને ફિટ રાખીશકે છે.