76માં કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર આખરે અનુષ્કા શર્માનો ડેબ્યૂ થઈ ચુક્યુ છે. કાન્સ ફેસ્ટિવલમાં પહેલા દિવસથી લઈને ગઈકાલે શાંત સુધી દરેક લોકો જેની રાહ જોઈ રહ્યા હતાં ત્યારે અનુષ્કા શર્મા કાન્સમાં પોતાના ફેશનનો જલવો બતાવતી જોવા મળી હતી.
ફેન્સ અનુષ્કાની કાન્સમાં ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. અનુષ્કા શર્માએ કાન્સ 2023માં સિનેમામાં મહિલાઓને સન્માનિત કરનારા પ્રોગ્રામ માટે રેડ કાર્પેટ પર વૉક કર્યુ હતું. ચાલો, જોઈએ કાન્સ 2023માં અનુષ્કા શર્માની શાનદાર તસવીરો.
અનુષ્કા શર્માએ કાન્સ ફેસ્ટિવલ 2023માં વ્હાઈટ કલરના ઓફ શોલ્ડર સ્ટાઈલિશ ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર વૉક કરી હતી. અનુષ્કા શર્માએ સ્ટાઈલથી લઈને એટીટ્યૂડ સુધ, દરેક વસ્તુ એકદમ પીક પર હતી.
અનુષ્કા શર્મા કાન્સમાં ઓફવ્હાઈટ ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. શોલ્ડર પર ફ્લાવર ડિટેલિંગવાળી ડ્રેસમાં એક્ટ્રેસે કોન્ફિડેન્ટની સાથે રેડ કાર્પેટ પર વૉક કરી હતી.
અનુષ્કા શર્માએ કોઈ પણ એક્સ્ટ્રા એક્સસરિઝે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. સાથે જ એક્ટ્રેસના મેકઅપની વાત કરીએ તો અનુષ્કાએ ચીક બ્લશની સાથે તેણીએ ન્યૂટ્ર્લ રાખીને વાળમાં સ્ટાઈલિશ બન બાંધેલું જોવા મળી રહ્યુ છે.
અનુષ્કા શર્માએ કાન્સ ડેબ્યૂનો દરેક લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. એક્ટ્રેસે કાન્સ 2023માં સિનેમામાં મહિલાઓનું સન્માન કરનાર ઈવેન્ટ માટે રેડ કાર્પેટ પર વૉક કરી હતી.
અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લીવાર ફિલ્મ 'કલા'માં કેમિયો રોલ કરતી જોવા મળી હતી. રિપોર્ટ્સની માનીએ તો એક્ટ્રેસ હવે ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીની બાયોપિકમાં જોવા મળશે.