બોલિવૂડમાં અદિતિ રાવ હૈદરી એવી એક્ટ્રેસમાંથી એક છે જે પોતાના દરેક આઉટફીટથી ફેન્સને મદહોશ કરી રહી છે. ટ્રેડિશનલ આઉટફીટ તો તેના પર શાનદાર દેખાય જ છે પરંતુ વેસ્ટર્ન આઉટફીટમાં પણ પોતાની સિમ્પ્લિસિટીથી ફેન્સને દીવાના બનાવી રહી છે.
એક્ટ્રેસ પહેલા પણ કાન્સમાં પોતાની હાજરીની નોંધ અપવી ચુકી છે અને તેણી એકવાર ફરી રેડ કાર્પેટ પર જલવો વિખેરતી જોવા મળી રહી છે. તેણીએ હાલમાં જ કાન્સથી પોતાના અપીયરેન્સની પહેલી ઝલક ફેન્સ સાથે શેર કરી છે. જેના પર ફેન્સ સતત કોમેન્ટ કરીને તેના વખાણ કરે છે.
અદિતિ આ ફોટામાં બ્લૂ ફ્લાર્ડ સ્ટ્રેપલેસ ગાઉનમાં જોવા મળી રહી છે. ડાયમન્ડ ઈયરિંગ્સ સાથે તેણીએ પોતાના લુકને કમ્પ્લિટ કર્યો છે. ફોટોમાં તેણી મિનિમલ મેકઅપમાં જોવા મળી રહી છે અને તેણીએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.
ફોટાની સાથે અદિતિએ કેપ્શનમાં લખ્યુ- 'આ રંગને ડક એગ બ્લૂ કલર કહેવામાં આવે છે. @lorealparis માં ફરીથી વાપસી કરી ખૂબ જ સારું મહેસૂસ કરી રહી છું.' અદિતિના આ ફોટાથી ફેન્સ ખૂબ જ ઈમ્પ્રેસ થઈ રહ્યા છે.
એક વ્યક્તિએ કોમેન્ટમાં એક્ટ્રેસનાં વખાણ કરતાં લખ્યું- તમે એકદમ પરી જેવા દેખાઈ રહ્યા છો. એક બીજા વ્યક્તિએ લખ્યુ- હું તો આ તસવીર જોઈને મરી જ ગયો. એક અન્ય યુઝરે કહ્યું- તમે દુનિયાની સૌથી વિનમ્ર અને સારુ વ્યક્તિત્વ છે. હું ખરેખર તમારી મોટી ફેન છું.