વ્યક્તિના જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે. વાસ્તુ વ્યક્તિના જીવનને ઘણી રીતે અસર કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની દિશાથી લઈને ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો કોઈને કોઈ અર્થ હોય છે અને તે આપણને કોઈને કોઈ રીતે અસર કરતી હોય છે. આવી સ્થિતિમાં સૂતી વખતે માથા પાસે કેટલીક વસ્તુઓ રાખવાથી પણ વાસ્તુ દોષ લાગી શકે છે. આ વસ્તુઓને માથા પાસે રાખીને સૂવાથી જીવનમાં નકારાત્મકતા અને અશુભતા આવે છે. તો ચાલો જાણીએ કઈ એવી વસ્તુઓ છે, જે સૂતી વખતે માથા પાસે ન રાખવી જોઈએ.
કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે ઘડિયાળ, ફોન, લેપટોપ, ટીવી વગેરે તમારા પલંગમાં માથાની નજીક ન રાખવી જોઈએ. તેમાંથી નીકળતા રેડિયેશનની તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.
માથા પાસે પર્સ રાખીને સૂવાથી નાકામા ખર્ચમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં તમે બિનજરૂરી થતા ખર્ચને કારણે પરેશાન રહી શકો છો.
કોઈપણ પ્રકારનું દોરડું અને સાંકળ માથા નજીક રાખવી ન જોઈએ. તે તમારા કામમાં બાધા ઉત્પન્ન કરે છે અને આના કારણે તમારા થતા કામ બગડી જાય છે.
માથા પાસે તેલની બોટલ રાખવાથી પણ તમારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
તમારા પલંગમાં માથા પાસે ક્યારેય પણ કોઈપણ બૂટ અને ચપ્પલ ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર, પલંગની નીચે બૂટ-ચપ્પલ રાખવાથી વાસ્તુ દોષ લાગૂ પડે છે.
બધા લોકો સૂતા સમયે પોતાની પાસે પાણી રાખે છે, જો કે તમારે એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે પ્લાસ્ટિક અને કાચની બોટલમાં પાણી માથા પાસે રાખવાથી વ્યક્તિને માનસિક બીમારી અને તણાવનો સામનો કરવો પડે છે. જો તમે ઈચ્છો તો તાંબાના વાસણમાં પાણી રાખી શકો છો.
માથા પાસે સૂતી વખતે ક્યારેય પણ સોના-ચાંદીના દાગીના ન રાખવા જોઈએ. આ તમારા નસીબને નકારાત્મક અસર કરે છે. જો લોખંડની વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી પણ અશુભ ફળ મળે છે.
ખાંડણી જો પલંગની નીચે તકિયાની સાઈડમાં ખાંડણી રાખવામાં આવે તો તેની સીધી અસર તમારા સંબંધો પર પડે છે. આમાં સંબંધોમાં તણાવ વધે છે. આ કારણે તમે બિનજરૂરી વિવાદોમાં પણ ફસાઈ શકો છો.
રાત્રે ઘણીવાર વાંચતી વખતે પુસ્તક માથા પાસે જ રાખીને સૂઈ જાય છે. જો કે આવું કરવું સારું નથી. અખબાર અને મેગેઝીન માથા પાસે રાખીને સૂવાથી જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે.
જો માથા પાસે અરીસો રાખવામાં આવે , તો તે તમારા દાંપત્ય જીવનને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં પતિ-પત્નીના સંબંધોમાં તણાવ આવી શકે છે અને તે બગડી શકે છે.