નવી દિલ્હીઃ શેરબજારની દુનિયામાં રિટેલ રોકાણકારોને સૌથી વધારે મલ્ટીબેગર શેરોની શોધ હોય છે. મલ્ટીબેગર એટલે તેવા શેર, જેણે રોકાણકારોને ટૂંકાગાળામાં બમણું કે 100 ટકા વળતર આપ્યું હોય. જો તમે પણ આવા જ મલ્ટીબેગર શેરોની શોધમાં હોવ, તો આ આર્ટિકલ તમારા બહુ જ કામમાં આવી શકે છે. અહીં અમે તમને કેટલાક એવા શેરો વિશે જણાવીશું, જેમાં બ્રોકરેજ ફર્મોને આગામી 1 વર્ષમાં 100 ટકાથી પણ વધારે ઉછાળાની આશા છે.
બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે ગત 16 ફેબ્રુઆરીએ બહાર પાડેલ એક રિપોર્ટમાં કહ્યું, કે કંપની તેના નવા એમડી અને સીઈઓ કે સ્વામીનાથનની આગેવાનીમાં એસેટ ક્વાલિટીની સાથે-સાથે વૃદ્ધિના મોરચે પણ યોગ્ય રણનીતિની સાથે આગળ વધતી જોવા મળી રહી છે. અમારુ માનવું છે કે, કંપનીના બિઝનેસની ફ્રેન્ઝાઈઝી આ વખતે અન્ડરવેલ્યૂડ છે. બ્રોકરેજે શેર માટે 470 રૂપિયાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જે તેના વર્તમાન બજાર ભાવ કરતા 161.47 ટકા વધારે છે.
બ્રોકરેજ ફર્મે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ગત 16 માર્ચે જારી એક રિપોર્ટમાં કહ્યું કે, આ કંપની બહુ જ તેજીથી તેમની વર્તમાન ક્ષમતાઓને વધારી રહી છે. સાથે જ તે હાલમાં સ્ટેનલેસ સ્ટીલ અને કલર કોટેડ સ્ટીલના સેગમેન્ટમાં ઉતરી છે, જેના કારણે અહીંથી કંપનીની વૃદ્ધિમાં તગડો ઉછાળો આવવાની સંભાવના છે. બ્રોકરેજે શ્યામાં મેટાલિક્સના શેર માટે 570 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ આપી છે. જે તેના વર્તમાન ભાવ કરતા 116.85 ટકા વધારે છે.
બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝે 11 ફેબ્રુઆરીએ જારી એક રિપોર્ટમાં કહ્યું કે, કંપનીના ડિસેમ્બર ક્વાટરના પરિણામો અમારા અંદાજ પ્રમાણે જ રહ્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023માં 100 અરબની આવક હાંસિલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથે જ તેની ઓર્ડર બુકમાં પણ 265.4 રૂપિયાની સાથે ઘણુ મજબૂત રહ્યું છે. બ્રોકરેજે દિલીપ બિલ્ડકોનના શેર માટે 355 રૂપિયાની લક્ષ્ય કિંમત આપી છે. જે તેના વર્તમાન ભાવ કરતા લગભગ 110.18 ટકા વધારે છે.
બ્રોકરેજ ફર્મ એડલવાઈઝે 9 ફેબ્રુઆરીએ જારી એક રિપોર્ટમાં કહ્યું કે, બાર્બીક્યૂ નેશનલના ડિસેમ્બર ક્વાટરના પરિણામો અમારા અંદાજ પ્રમાણે જ રહ્યાં છે. કંપની તેના સ્ટોર્સની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. નાણાકીય વર્ષ 2023 પહેલા 9 મહિનામાં તેણે 27 નવા સ્ટોર્સ ખોલ્યા છે. મોંઘવારીમાં આવેલા ઘટાડાની સાથે સાથે લોકોની ખર્ચ શક્તિ પણ વધશે, જેનો આ કંપનીને ફાયદો મળી શકે છે. બ્રોકરેજે બાર્બીક્યૂ નેશન શેર માટે 1,275 રૂપિયાની લક્ષ્ય કિંમત આપી છે. જે તેના વર્તમાન શેર ભાવ કરતા લગભગ 101.37 ટકા વધારે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)