બાળકોનો અનુભવ અને જ્ઞાન પુખ્ત વ્યક્તિની સરખામણીએ ઓછા હોય છે. જેના કારણે લોકો બાળકોને વધુ ગંભીરતાથી લેતા નથી. પણ દુનિયામાં ઘણી ઘટનાઓ એવી છે જ્યાં બાળકે મોટેરાના પાછળ છોડી દીધા હોય.
આશ્ચર્યની વાત તો એ છે કે, આપણા દેશમાં જ નહીં, પણ વિદેશમાં પણ કેટલીક વાર બાળકોને તેમની ઉંમરના કારણે નાના માનવામાં આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના 13 વર્ષના બાળકે (13 year old kid become entreprenur) પોતાની મહેનત અને મક્કમતાથી ઘણા લોકોને માથું ખંજવાળતા કરી દીધા છે. તેણે કરેલા કામ વિશે જાણ્યા પછી તમે પણ તેની પ્રશંસા કરશો.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર 13 વર્ષીય બેન એડલર બ્રાઇટનમાં રહે છે. થોડા સમય પહેલાં તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હતું. પરંતુ લોકોએ આ કામ માટે તે બહુ નાનો હોવાનું કહ્યું હતું. પરંતુ બેને તે બધા લોકોને ખોટા સાબિત કર્યા છે. તેને પોતાની મહેનતથી એવી નોકરી મળી ગઈ કે તે વીકેન્ડમાં માત્ર થોડી મિનિટો કામ કરી અઢળક પૈસા કમાય છે. તે થોડુક જ કામ કરીને કલાક લેખે રૂ.3000ની કમાણી કરે છે.
તે માત્ર 13 વર્ષનો છે અને તેણે નાની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. તેનું કામ લોકોના ઘરની બહાર શેરીના નંબરો લખવાનું છે. તે એક ઘરની બહાર કલરથી લખવા માટે લગભગ 1500 રૂપિયા લે છે. એક સાથે 2 ઘર માટે તેને ટુંકા સમયમાં 3000 રૂપિયા સુધી મળી જાય છે. તે આ કામ વીકેન્ડમાં જ કરે છે.
બેને કહ્યું કે તે આ પૈસા તેની કોલેજ અને કાર માટે બચાવી રહ્યો છે. 7ન્યૂઝ સાથે વાત કરતા તેણે કહ્યું કે, તે પોતાના માતા-પિતાની જેમ પોતાનો બિઝનેસ સેટ કરવા માંગે છે, પરંતુ કોઇને વિશ્વાસ ન હતો કે તે આ કરી શકે છે. તેણે ઉમેર્યું કે, નાની ઉંમરમાં આ કામ કરવાથી તે પોતાની કાર અને યૂનિવર્સિટી માટે ઘણા પૈસા બચાવી શકશે.
તે વિકેંડ પર 20 કલાક કામ કરે છે. બેન કેટલીકવાર તેના ગ્રાહકના ઘરે જવા માટે 48 કિલોમીટર સુધી સાયકલ ચલાવે છે. જિમ નામના તેના એક ગ્રાહકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે પોતાનું કામ સારી રીતે કરે છે અને બેન સાથે બિઝનેસ કરીને તે ઘણો ખુશ છે. તે સમયસર આવે છે, જવાબદાર હોય છે અને સ્વભાવે નમ્ર પણ રહે છે.