શેરબજાર (stock market)માં જોવા મળતી અફરાતફરીના કારણે ઘણા રોકાણકારો (Investors)ના જીવ તાળવે ચોંટી ગયા છે.ખાસ કરીને મીડ કેપ શેર (Midcap stocks)માં રોકાણ કરનાર રોકાણકારો ભયભીત છે. ટોચના શેરની હાલત ખરાબ થઈ ચૂકી છે. જોકે, આજે પણ અમુક શેરમાં ઉજળી તકો જોવા મળી રહી છે. આ શેરના ભાવ પડી ગયા હોવા છતાં પણ પ્રમોટર તેમાં જોરદાર ખરીદી કરી રહ્યા છે. એક રીતે એમ કહી શકાય કે સ્ટોક્સના ભાવ ભલે તૂટી ગયા હોય પણ પ્રમોટરનો ભરોસો હજુ બરકરાર છે.
લાર્જકેપ્સથી લઈને મિડ-કેપ શેરોમાં આવું જોવા મળી રહ્યું છે. આ શેરોના ભાવ 12થી ઘટીને 43 ટકા ઘટ્યા છે. જોકે, આ શેરોમાં તેમના પ્રમોટર્સ જોરદાર ખરીદી કરી રહ્યા છે. અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.
સીએનબીસી-આવાઝના સુમિત મેહરોત્રાએ બજારમાં મોટા કડાકાનો ભોગ બનનારા શેરો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકીના ભાવ ઘટયા છે, પરંતુ પ્રમોટરોનો તેના પર ભરોસો યથાવત છે. તે તેના ઉચ્ચ સ્તરથી 15 ટકા નીચે આવી ગયો છે, પરંતુ ચાલુ માર્ચમાં પ્રમોટરોએ તેના 3.45 લાખ શેર ખરીદ્યા છે. પ્રમોટરોએ 8569 રૂપિયાના ભાવે આ શેર ખરીદ્યા છે.
યુપીએલની કિંમત તેની ઊંચી સપાટીથી 16 ટકા ઘટી છે, પરંતુ માર્ચમાં પ્રમોટરોએ તેમાં 23.23 લાખ શેર ખરીદ્યા છે. બીજી તરફ એચસીએલ ટેકનો શેર તેના ઉચ્ચ સ્તરથી 12 ટકા નીચે કારોબાર કરી રહ્યો છે. છતાં પણ માર્ચમાં પ્રમોટર્સે 97,000 શેર ખરીદ્યા છે. પ્રમોટરોએ 1080 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેરની ખરીદી કરી છે.
શોભા લિમિટેડના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેનો શેર તેના ઉચ્ચ સ્તરથી 43% નીચે કારોબાર કરી રહ્યો છે. પરંતુ માર્ચમાં પ્રમોટર્સે 50 હજાર શેર ખરીદ્યા છે. પ્રમોટરોએ 550 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેર ખરીદ્યા છે.
ગ્રીવ્સ કોટનનો શેર તેના ઉચ્ચ સ્તરથી 40 ટકા તૂટ્યો છે. પરંતુ માર્ચમાં પ્રમોટરોએ 3.18 લાખ શેર ખરીદ્યા છે. પ્રમોટરોએ 125 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેર ખરીદ્યા છે.
બજાજ હોલ્ડિંગ્સના શેર તેની ઊંચાઈથી 18% નીચે આવી ગયા છે. પરંતુ માર્ચમાં પ્રમોટર્સે 48 હજાર શેર ખરીદ્યા છે. પ્રમોટરોએ 6020 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેર ખરીદ્યા છે.
ઝાયડસ વેલનેસનો શેર તેના ઉચ્ચ સ્તરથી 17% નીચે કારોબાર કરી રહ્યો છે. પરંતુ માર્ચમાં પ્રમોટરોએ 6.80 લાખ શેર ખરીદ્યા છે. પ્રમોટરોએ 1480 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેર ખરીદ્યા છે.
NRB બેરિંગ્સના શેર તેમની ઉંચાઈથી 31% નીચે કારોબાર કરી રહ્યા છે. પરંતુ માર્ચમાં પ્રમોટર્સે તેમાં 1.10 લાખ શેર ખરીદ્યા છે. પ્રમોટર્સે 133 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેર ખરીદ્યા છે.
મહારાષ્ટ્ર સીમલેસના શેર તેમની ઉંચાઈથી 23% નીચે કારોબાર કરી રહ્યા છે. પરંતુ માર્ચમાં પ્રમોટર્સે 2.21 લાખ શેર ખરીદ્યા છે. પ્રમોટરોએ 350 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેર ખરીદ્યા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)