સ્મોલકેપ સ્ટોક્સ માટે એક કહેવત છે, જેટલું મોટું રીસ્ક, એટલો મોટો નફો. શેર બજારમાં સૌથી જોખમી દાવ સ્મોલ કેપ સ્ટોક્સને માનવામાં આવે છે. આ કંપનીઓના નાણાંકીય અને ગ્રોથ પ્લાનિંગ્સને લઇને બજારમાં વધારે જાણકારી ઉપલબ્ધ હોતી નથી.
તેથી તમારે આ શેરોમાં રોકાણ કરવા પર વધારે જોખમ ઉઠાવવું પડી શકે છે. જોકે, રોકાણકરોનો દાવ સાચો પડી જાય, તો તેઓ તેમાંથી બંપર નફો પણ કમાઇ શકે છે. તો ચાલો જાણીએ 5 એવા સ્મોલકેપ શેર વિશે જેણે માત્ર 1 વર્ષમાં તમારા રોકાણકારોના પૈસા 3 ગણા કરી દીધા છે, એટલે કે તેણે 200 ટકાથી વધુનું રીટર્ન આપ્યું છે.
ઈલેક્ટ્રિક પાવર ટૂલ્સ બનાવનાર આ કંપનીની માર્કેટ વેલ્યૂ લગભગ 144.50 હજાર કરોડ રૂપિયા છે. ગત એક વર્ષમાં તેના શેરમાં 250.08 ટકાની તેજી આવી છે અને આ દરમિયાન તેની કિંમત 121.40 રૂપિયાથી વધીને 425 રૂપિયા પર પહોંચી ગઇ છે.
એનબીએફસી સેક્ટરની આ કંપનીની માર્કેટ વેલ્યૂ લગભગ 641.173 હજાર કરોડ રૂપિયા છે. ગત વર્ષમાં આ કંપનીના શેરોમાં 243.02 ટકાની તેજી જોવા મળી છે અને આ દરમિયાન તેની કિંમત 37.17 રૂપિયાથી વધીને 127.50 રૂપિયા પર પહોંચી ગઇ છે.
આ કંપની ઇન્જેક્શન અને બ્લો પ્લાસ્ટિક બનાવે છે અને સ્મોલકેપ કંપની છે, જેની માર્કેટ વેલ્યૂ લગભગ 905.53 કરોડ રૂપિયા છે. ગત એક વર્ષમાં આ કંપનીના શેરોમાં 232.41 ટકા તેજી આવી છે અને આ દરમિયાન તેની કિંમત 96 રૂપિયાથી વધીને 318.95 રૂપિયા પર પહોંચી ગઇ છે.
આ એક પાવર ટ્રાન્સમિશન સોલ્યૂશન્સ ઉપલબ્ધ કરાવનાર કંપની છે, જેની માર્કેટ વેલ્યૂ 6.65 હજાર કરોડ રૂપિયા છે. ગત એક વર્ષમાં આ કંપનીના શેરોમાં 21..97 ટકાની તેજી આવી છે અને આ દરમિયાન તેની કિંમત 190 રૂપિયાથી વધીને 594 રૂપિયા પર પહોંચી ગઇ છે.
આ કંપની રીઅલ એસ્ટેટ ડેવલપમન્ટ કંપની છે, જેની માર્કેટ વેલ્યૂ લગભગ 6.48 હજાર કરોડ રૂપિયા છે. ગત એક વર્ષમાં આ કંપનીના શેરમાં 190.06 ટકાની તેજી આવી છે અને આ દરમિયાન તેની કિંમત 49 રૂપિયાથી વધીને 144.45 રૂપિયા પર પહોંચી ગઇ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)