નવી દિલ્હીઃ જો તમે ડિવિડન્ડ આપનારા શેરની શોધમાં છો. તો આજે અમે તમારી શોધને સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ. આ સપ્તાહમાં શેરબજારમાં બે કંપનીઓ એક્સ-ડિવિડન્ડના રૂપમાં ટ્રેડ કરશે. આ બે કંપનીઓ રોકાણકારોની વચ્ચે ઘણી ચર્ચિત છે. જાણકારી અનુસાર આમાંથી એક સરકારી કંપની છે.
ડિવિડન્ડ દ્વારા રોકાણકારોને માલામાલ કરનારી દિગ્ગજ કંપનીનું નામ લેવામાં આવે તો તેમાં વેદાન્તાનું નામ જરૂર હશે. આ કંપની નિયમિત સમયે રોકાણકારોને ડિવિડન્ડ આપે છે. એકવાર ફરીથી આ કંપનીએ ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ વખતે યોગ્ય રોકાણકારોને 1 શેર પર 20.50 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. શેરબજારમાં કંપની 6 એપ્રિલ 2023ના રોજ એક્સ ડિવિડન્ડના રૂપમાં ટ્રેડ કરશે.
શુક્રવારે કંપની શેરની કિંમત 2.29 ટકાના ઘટાડા સાથે 275.30 રૂપિયાના સ્તર પર આવીને બંધ થઈ હતી. ગત એક વર્ષમાં વેદાન્તાના શેરોનો ભાવમાં 34.68 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
24 માર્ચે 2023ના રોજ આ સરકાર કંપનીની બોર્ડ મીટિંગ થઈ. આ મીટિંગ પછી રેલ વિકાસ નિગમે 1 શેર પર 1.77 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ડિવિડન્ડ માટે 6 એપ્રિલ 2023ની તારીખને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. એટલે કે જે રોકાણકારોની પાસે રેકોર્ડ બુકમાં 6 એપ્રિલ સુધી કંપનીના શેર રહેશે, તેમને ડિવિડન્ડનું એમાઉન્ટ ક્રેડિટ કરવામાં આવશે.
શુક્રવારે રેલ વિકાસ નિગમના શેરોમાં 2.32 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારબાદ કંપનીના શેરનો ભાવ 68.60 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. ગત 6 મહિના દરમિયાન આ સરકારી કંપનીએ તેના પોઝિશનલ રોકાણકારોને 90 ટકાથી પણ વધારે વળતર આપ્યું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)