નવી દિલ્હીઃ જો તમને ભારતના બેંકિંગ અને એનબીએફસી સેગમેન્ટ પર વિશ્વાસ છે અને તે આગામી રોકાણ માટે આમાં મોકાની શોધ કરી રહ્યા હોવ, કે પછી એવો શેર શોધી રહ્યા હોવ, જેમાં તમને આવનારા સમયમાં ઊંચુ વળતર મળે, તો આજે અમે તમને એક એવા જ શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ શેર છે NBFC પૂનાવાલા ફિનકોર્પ. જેમાં આનંદ રાઠીએ રોકાણની સલાહ આપી છે.
આનંદ રાઠીએ પૂનાવાલા ફિનકોર્પમાં 417 રૂપિયાના લક્ષ્યની સાથે રોકાણની સલાહ આપી છે. વર્તમાનમાં આ સેર 292.5ના સ્તર પર છે. એટલે કે અહીંથી આ સેરમાં 43 ટકા તેજી આવવાની સંભાવના છે. રિસર્ચ રિપોર્ટના પ્રમાણે, કંપની બીએફએસઆઈમાં સૌથી ઝડપી ટર્નઅરાઉન્ડ નોંધાવનારી કંપની હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એનબીએફસીના ફંડિંગ ખર્ચ પણ સારા સ્તર પર છે. કંપની ઝડપી વૃદ્ધિ નોંધાવી રહી છે અને તેના પાછળ મજબૂત પ્રમોટર્સનું પણ યોગદાન છે.
રિપોર્ટમાં અંદાજ છે કે, ઓછો ખર્ચ અને ઝડપી વૃદ્ધિના કારણે કંપની નાણાકીય વર્ષ 2023થી 2025ની વચ્ચે 38 ટકાનો લોન સીએજીઆર પ્રાપ્ત કરી શકે છે.
કોરોના મહામારી દરમિયાન શેર માર્કેટ નબળું પડી ગયુ હતું. મોટાભાગની કંપનીઓના શેર તળિયે આવી ગયા હતા. જો કે આ દરમિયાન કરવામાં આવેલા રોકાણે જબરદસ્ત નફો કરાવ્યો છે. આવો જ એક શેર પૂનાવાલા ફિનકોર્પ છે, જેણે માત્ર ત્રણ વર્ષોમાં જ રોકાણકારોના 1 લાખને 22 લાખમાં ફેરવી દીધા છે અને હજુ પણ આમાં ઘણો દમ દેખાઈ રહ્યો છે.
પૂનાવાલા ફિનકોર્પનો શેર મહામારી દરમિયાન 29 મે 2020ના રોજ ગબડીને 13.10 રૂપિયાના ભાવ પર આવી ગયો હતો. ત્યારબાદ આમાં રિકવરી જોવા મળી અને હાલ તે 2,133 ટકા ઉપર 292.50 રૂપિયાના ભાવ પર છે, એટલે કે રોકાણકારોનું 1 લાખ રૂપિયાનું રોકાણ ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં 22 લાખ રૂપિયાની મૂડી બની ગઈ છે. ગત વર્ષે 12 એપ્રિલ 2022ના રોજ તે એક વર્ષની રેકોર્ડ હાઈ 343.75 રૂપિયા પર હતા એટલે કે તે સમય દરમિયાન રોકાણકારો ફાયદામાં હતા. આ હાઈ પરથી હાલ આ શેર 15 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. ગત વર્ષે 20 જૂન 2022ના રોજ તે 209 રૂપિયાના સ્તર પર હતો, જે તેનું 52 સપ્તાહનું નીચુ સ્તર છે
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)