નવી દિલ્હીઃ જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાની તૈયારીમાં હોવ તો આજે અમે તમને એક સુપરહિટ આઈડિયા આપી રહ્યા છીએ. આમાં તમે રોજના 4,000 રૂપિયા સુધી સરળતાથી કમાણી કરી શકો છો. આ બિઝનેસની સૌથી મોટી ખાસ વાત એ છે કે, આ માટે કોઈ અલગથી ટ્રેનિંગ લેવાની જરૂર નથી. આ બિઝનેસ કોર્ન ફ્લેક્સનો બિઝનેસ છે. આ બિઝનેસ દ્વારા તમે મહિનામાં જ લખપતિ બની શકો છો. મકાઈ વિશે તો આપણે બધા જ જાણીએ છીએ. તેનો ઉપયોગ મોટાભાગે ઘરોમાં સવારે નાસ્તામાં કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ઘણો સારો માનવામાં આવે છે.
આ બિઝનેસને શરૂ કરવા માટે તમારી પાસે જમીન હોવી જરૂરી છે, જ્યારે તમે પ્લાન્ટ લગાવી શકો. આ ઉપરાંત સ્ટોરેજ માટે પણ અલગથી જગ્યા હોવી જરૂરી છે. તમને ગોડાઉનની પણ જરૂર પડશે. તમારી પાસે કુલ 2,000થી 3,000 સ્કવેર ફુટની જગ્યા હોવી જરૂરી છે.
જો આ બિઝનેસ માટે જરૂરી માલસામાનની વાત કરીએ તો, તમારે મશીન, વીજળીની સુવિધા, GST નંબર, કાચો માલ, સ્પેસ અને સ્ટોક રાખવા માટે ગોડાઉનની જરૂર હશે. આ બિઝનેસમાં ઉપયોગમાં લેવામાં આવતા મશીનોનો ઉપયોગ માત્ર મકાઈમાંથી બનતા Corn Flakes બનાવવા માટે જ નહિ, પણ ઘઉં અને ચોખાના ફ્લેક્સ બનાવવા માટે પણ થાય છે. બિઝનેસનો સેટઅપ તમે એવા વિસ્તારમાં કરો જ્યાં મકાઈનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય. જો તમે દૂરની જગ્યાએથી મકાઈ લાવીને કોર્ન ફ્લેક્સ બનાવશો તો ખર્ચો વધી જશે. એટલા માટે એવી જગ્યા શોધવી જોઈએ, જ્યાં મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થતુ હોય.
જો રૂપિયા લગાવવાની વાત કરવામાં આવે તો તમારા પર નિર્ભર કરે છે, તે તમે નાના સ્તર પર બિઝનેસ શરૂ કરવા માંગો છો, કે મોટા સ્તર પર. વર્તમાનમાં આ બિઝનેસ શરૂ કરવા માટે ઓછામાં ઓછા 5થી 8 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
મોદી સરકાર તરફથી મુદ્રા યોજના ચલાવવામાં આવી રહી છે. જેના હેઠળ સરકાર બિઝનેસ સ્ટાર્ટઅપ માટે 90 ટકા સુધી લોનની સુવિધા પ્રદાન કરે છે. જો તમે 50,000 રૂપિયામાં બિઝનેસ શરૂ કરો છો, તો શરૂઆતમાં માત્ર 50,000 રૂપિયા લગાવવા પડશે. બાકીના રૂપિયા તમે સરકાર તરફથી લોનના રૂપમાં લઈ શકો છો.
1 કિલો કોર્ન ફ્લેક્સ બનાવવા માટે લગભગ 30 રૂપિયા સુધી ખર્ચ આવે છે, બજારમાં 70 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી સરળતાથી તેનું વેચાણ થઈ જાય છે. જો તમે 100 કિલો કોર્ન ફ્લેક્સ 1 દિવસમાં વેચો છો, તો તમને લગભગ 4,000 રૂપિયા નફો થશે. જો, તમે મહિનાનો આંકડો નીકાળો તો, તમને 1,20,000 રૂપિયા સુધીની કમાણી થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)