ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. સિનિયર સિટિઝનને મળતી છૂટને લઈને રેલ મંત્રીએ જાણકારી આપી છે. રેલવે સિનિયર સિટિઝનને મળતી અમુક છૂટને લઈને પુનઃસ્થાપિત કરી શકે છે. જેના માટેની યોગ્યતા અને માપદંડો પર પણ વાતચીત ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે બોર્ડ સિનિયર સિટિઝન માટે નક્કી કરેલા કુલ વર્ષમાં ફેરફાર કરી શકે છે. તેમજ ટિકિટ પર મળી રહેલી છૂટછાટોને પણ અમુકજ કેટેગરી સુધી સીમિત રાખવામાં આવી શકે છે. પરંતુ આ પહેલા દરેક કેટેગરીમાં છૂટછાટ મળી રહી હતી.
રેલવે તરફથી ફક્ત અમુક ચોક્કસ કેટેગરી માટે ટિકિટ ભાડામાં વિશેષ છૂટછાટ આપવામાં આવી રહી છે. જેમાં 4 કેટેગરીના દિવ્યાંગ, 11 કેટેગરીના દર્દીઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય રેલવે પુરસ્કાર વિજેતાઓ, બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ, સેનાના જવાનો, વિકલાંગો, એસ્કોર્ટ્સ, પ્રવાસી ગાઈડ, બીમાર દર્દી, મહિલાઓ, ડોક્ટર્સ વગેરે જેવી શ્રેણીઓમાં ચોક્કસ વર્ગને છૂટછાટ આપવામાં આવી રહી છે. અહીં જણાવેલ દરેકને 53% સુધીની છૂટછાટ મળી શકે છે. પરંતુ વિદ્યાર્થીઓ, દર્દીઓ, દિવ્યાંગોને વિશેષ છૂટછાટ હેઠળ રાખવામાં આવશે.
જે લોકોને કેન્સર, એઇડ્સ, હૃદય રોગ, થેલેસેમિયા, ટીબી, ઓસ્ટોમી, વિદ્યાર્થી અને નાના કદના લોકોનો સમાવેશ કરાશે. આ સિવાય લકવા ગ્રસ્ત, દ્રષ્ટિહીન, અને માનસીક રોગી વ્યક્તિને પણ છૂટછાટ મળવા પાત્ર છે. જો તમે પણ લાભને પાત્ર છો તો તમે ટિકિટ બુકીંગ સમયે યોગ્ય કેટેગરી પસંદ કરીને લાભ લઇ શકો છો.