સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડના બોર્ડ ઓફ ટ્રસ્ટી અને એસેટ મેનેજમેન્ટ કંપનીઝ (AMCs)ની ભૂમિકાઓ અને જવાબદારીઓમાં સુધારાને મંજૂરી આપી છે. હવે યુનિટધારકોના હિતનું રક્ષણ કરવાની જવાબદારી AMCના બોર્ડને સોંપવામાં આવી છે. સેબીએ એમ પણ કહ્યું હતું કે યુનિટ-હોલ્ડર પ્રોટેક્શન કમિટીની રચનામાં બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ પણ મહત્વપૂર્ણ રહેશે.
અગાઉ ફેબ્રુઆરીમાં, સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રસ્ટીઓની ભૂમિકા અને જવાબદારીઓ પર કન્સલ્ટેશન પેપર પણ બહાર પાડ્યું હતું. કન્સલ્ટેશન પેપરમાં, સેબીએ તમામ ઉત્પાદનો અને સેવાઓમાં યુનિટ ધારકોના હિતોના રક્ષણમાં બોર્ડની ભૂમિકા અંગે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પાસેથી જવાબ માંગ્યો હતો.
SEBI દ્વારા રજૂ કરાયેલા પેપરમાં એવું કહેવામાં આવ્યું હતું કે AMCs ની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખતી વખતે ટ્રસ્ટીઓ એ સુનિશ્ચિત કરે કે AMC તે રીતે કામ કરે જે એએમસીના સ્ટેક હોલ્ડર્સના તરફેણમાં ન હોય.
સેબીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટીઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડની આંતરિક જાણકારીનો લાભ લઈને સ્પોન્સર જૂથની કંપનીઓ ઈન્સાઈડર ટ્રેડિંગ કે ફ્રન્ટ રનિંગમાં સામેલ તો નથી થતીને. મતલબ કે મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલી કંપનીઓ અંદરની માહિતી મેળવીને વધુ નફો કમાઈ રહી નથી અથવા ફંડની કામગીરીને અસર કરી રહી નથી.
સેબી દ્વારા નિર્ધારિત ટ્રસ્ટીઓની ભૂમિકા મુજબ, તેઓએ AMCની ફી અને ખર્ચમાં વાજબીપણું સુનિશ્ચિત કરવું પડશે, કામગીરીની તુલના કરવી પડશે અને ખાતરી કરવી પડશે કે સ્પોન્સર ફંડ પર વધુ પડતો પ્રભાવ ન પાડે.
અત્યાર સુધી ટ્રસ્ટીઓ માત્ર એ જોતા હતા કે લાગુ નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે કે નહીં. સેબીએ નવી માર્ગદર્શિકામાં કહ્યું છે કે ટ્રસ્ટીઓ એએમસી દ્વારા અનુસરવામાં આવતા નિયમો અને કાયદાનું મૂલ્યાંકન કરે તે મહત્વનું છે અને તેમની સબમિશન પર સંપૂર્ણ આધાર રાખતા નથી.
સેબીએ તેના કન્સલ્ટેશન પેપરમાં જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા તમામ ઉત્પાદનો અને સેવાઓમાં યુનિટ ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે 'યુનિટ હોલ્ડર પ્રોટેક્શન કમિટી' (યુએચપીસી) ની રચના કરવામાં આવી શકે છે.